યુવા લેખકશ્રી ડી.જે કોરડિયા દ્વારા લોકડાઉનનો સદુપયોગ કરી ટૂંકા સમયમાં સ્વરચિત બે પુસ્તકો “શેરો કી હુંકાર” અને “child is always god” લોન્ચ કરવામાં આવી.

યુવા લેખકશ્રી ડી.જે કોરડિયા દ્વારા લોકડાઉનનો સદુપયોગ કરી ટૂંકા સમયમાં
સ્વરચિત બે પુસ્તકો “શેરો કી હુંકાર” અને “child is always god” લોન્ચ કરવામાં આવી.


બાળકો-યુવાઓ તથા વાલીઓને અત્યંત ઉપયોગી એવી બે પુસ્તકોના લેખક ડી.જે.કોરડીયાનું કેહવું છે કે એમની આ પુસ્તકો દરેક માટે ખુબ ઉપયોગી છે. એમના દ્વારા પ્રકાશિત થયેલ બે પુસ્તકોમાંનું એક “શેરો કી હુંકાર” વિશ્વનું પ્રથમ એ પુસ્તક છે..જેમાં તમામ ઉપયોગી દિવસો માટે વકતૃત્વ સ્પીચ રજુ થયેલી છે. એટલું જ નહી તમામ ઉત્સવો-તહેવારો-સ્વચ્છતા-સ્વદેશીતા-કાનુન-સંવિધાન-બેટી બચાવ-રાષ્ટ્રવાદ-શહીદ-વિશ્વકલ્યાણ-મિત્રતા જેવા અનેક માનવીય અને વૈશ્વિક મૂલ્યોને વણી ૧૦૮ મણકારૂપ ભવ્ય વકતૃત્વ સ્પીચોના સંગમ દ્વારા દિવ્ય પુસ્તકરૂપી માળા લખવામાં આવી છે…જે દરેકને સ્ટેજ પૂરું પાડશે.. ભય-ચંકોચ-ડર અનુભવતા દરેક હરેલાને શબ્દો-વક્તવ્ય અને વકતૃત્વ વખતે અભિવ્યક્તિમાં સહાયક બનશે.


મારૂ ચોછુ પુસ્તક “child is always god” ગુજરાતી ભાષામાં છે. જેમાં બાળકને સમજવા માટે બાળમાનસના દર્શન કરાવતી બાલ વાર્તાઓ રચાયેલી છે. લેખકનું કેહવું છે… કે બાળકને સમજવા ઈચ્છતા વાલીઓ તથા હરકોઈએ આ પુસ્તક એકવાર વાંચવું અનિવાર્ય છે… કારણ કે બાળક એ સાક્ષાત ઈશ્વરનું પ્રતિરૂપ છે.. એમના દ્વારા બોલતા શબ્દો ક્યારેક અમુલ્ય દિશા આપી જતા હોય છે. બાળકના ભાવિ માટે ચિંતિત વાલીઓ એ બાળકને અને એમના સ્વપ્ન ને સમજવું જ રહ્યું..બાળકમાં ઈશ્વરના દર્શન કરાવતું આ પુસ્તક ખરેખર માતા-પિતા ને એક નવી દિશા તરફ દોરી જશે.
યુવા લેખક – ધર્મેશ જે.કોરડિયા
જય હિન્દ…જય ભારત…– ( Dj Koradiya )

શેરો કી હુંકાર પુસ્તક online link :-

https://drive.google.com/file/d/14kI6ogSfa6AQQ2XOHdPOwLp8qpYx9Dib/view?usp=drivesdk

Child is always god link 

https://drive.google.com/file/d/13RFYlh-WC_Nvhuehds4H7JWccX6WST5o/view?usp=drivesd

અહેવાલ :- પી.ડી ડાભી તળાજા

Translate »
%d bloggers like this: