દિવ્યાંગ મતદારો માટેના Accessibility Observer બી.કે. કુમારે નર્મદા જિલ્લાની લીધેલી મુલાકાત

દિવ્યાંગ મતદારો માટેના Accessibility Observer  બી.કે. કુમારે નર્મદા 

જિલ્લાની લીધેલી મુલાકાત
રાજપીપલા ખાતે દિવ્યાંગ મતદાન કેન્દ્રનું કરેલું નિરીક્ષણ
જિલ્લાનાં ૨૧૯૩ જેટલાં દિવ્યાંગ મતદારોનું મતદાન સુવિધાપૂર્ણ બનાવવા સંદર્ભે
જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરતાં  બી.કે. કુમાર
રાજપીપલા કલેક્ટરાલય ખાતે કુમારે યોજેલી સમીક્ષા બેઠક
 નર્મદા જિલ્લામાં તા. ૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ નાં રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ અન્વયે થનારા મતદાન સંદર્ભે જિલ્લામાં કુલ – ૬૨૬ મતદાન મથકોમાં ૨૧૯૩ જેટલા દિવ્યાંગ મતદારોનું મતદાન પણ સરળતાની સાથે સુવિધાપૂર્ણ બની રહે તેવી ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આજદિન સુધી થયેલી કામગીરીની Accessibility Observer શ્રી બી.કે. કુમારે ઝીણવટભરી જાણકારી મેળવી વિસ્તૃત સમીક્ષા કરી હતી.   દિવ્યાંગ મતદારોની સુવિધા ઉપલબ્ધિ માટે નિમાયેલા નિરીક્ષક  બી.કે. કુમારે તાજેતરમાં તેમની નર્મદા જિલ્લાની લીધેલી મુલાકાત દરમિયાન જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે ઉભી કરાયેલી વ્યવસ્થાઓ અંગે રાજપીપલામાં કરજણ કોલોની સામે માર્ગ અને મકાન વિભાગની કચેરી સંકુલમાં દિવ્યાંગ મતદાન કેન્દ્ર કે જ્યાં ફરજ ઉપર પોલીંગ સ્ટાફમાં દિવ્યાંગ કર્મચારીઓને તૈનાત કરાશે, તેવા મતદાન કેન્દ્રની મુલાકાત લીધા બાદ રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ. હળપતિ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, નાંદોદ મામલતદાર બારોટ, દિવ્યાંગ મતદાર માટેના નોડલ અધિકારી  પ્રિયંકા ખોજા સહિત સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉક્ત બાબતે કુમારે બેઠક યોજીને જિલ્લા ચૂંટણીતંત્ર પાસેથી જરૂરી જાણકારી મેળવી હતી.   એક્સેસીબીલીટી ઓબ્ઝર્વર બી.કે. કુમારે જિલ્લાનાં તમામ દિવ્યાંગ મતદારો મતદાનમાં અચૂક ભાગ લે તે માટે આવા દિવ્યાંગ મતદારોની વ્હીલચેરની માંગણી, સહાયકની સુવિધા, વોટર સ્લીપ, વોટર્સ કાર્ડ, એપીક કાર્ડના વિતરણ વગેરે જેવી બાબતો અંગે પણ જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી અને દિવ્યાંગ મતદારોને મતદાન માટે શક્ય બને તે રીતે સહાયરૂપ થવા અને સંવેદનશીલતાપૂર્વક તેમની સાથે વ્યવહાર થાય તેની ખાસ તકેદારી રાખવા ઉપરાંત દિવ્યાંગ મતદારોને સહાયરૂપ થવા જરૂર પડે NSS, NCC, નહેરૂ યુવા કેન્દ્રનાં વોલન્ટીયર્સની સેવાઓ લેવા માટે પણ ખાસ અનુરોધ કર્યો હતો. આવા મતદારોને જે તે મતદાન મથકની નિયત હદ સુધી વ્હીલચેર સાથે પ્રવેશવા માટેની ખાસ સૂચના આપવા તેમજ જિલ્લામાં આવા મતદારો જ્યાં નોંધાયેલા છે તેવા મતદાન મથકોના ફરજ પરનાં પોલીંગ સ્ટાફ અને સુરક્ષા દળના જવાનોને જરૂરી સુચના આપી આ બાબતોથી વાકેફ રાખવા પણ તેમણે જણાવ્યું હતું.   આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલ તરફથી અપાયેલી જાણકારી મુજબ નાંદોદ મતદાર વિભાગમાં ૧૩૩૧ અને દેડીયાપાડા મત વિભાગમાં ૮૬૨ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે, તેમજ રાજપીપલામાં વડીયા ખાતે અને દેડીયાપાડામાં નિવાલ્દા ખાતે દિવ્યાંગ મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે, આવા મતદારો માટે સંવેદનશીલતા અંગેની પોલીંગ સ્ટાફને ખાસ તાલીમ અપાઇ છે. મતદાર વિભાગ મુજબ કુલ-૫૦૦ જેટલી બ્રેઇલ વોટર્સ સ્લીપની વહેંચણી કરાઇ છે. ચુનાવી પાઠશાળાનાં ઉપયોગ ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે નાંદોદ, દેડીયાપાડા, સાગબારા ખાતે મતદાર જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગોને PWDS App ની સુવિધા અપાઇ છે. જિલ્લાના તમામ ૬૨૬ મતદાન મથકોએ ૧૦૦ ટકા AMF ની સુવિધા ઉપલબ્ધ કરાઇ હોવાની પણ જાણકારી અપાઇ હતી.
રિપોર્ટ :જ્યોતી  જગતાપ , રાજપીપળાN
Translate »
%d bloggers like this: