પ્રોબેશનરી અધિકારીઓની દિવાળી નર્મદાના ગામડાંઓમાં ઉજવાશે

25 થી 31 ઓક્ટોબર એક સપ્તાહ કેવડીયા સ્ટેચ્યુ ખાતે દેશભરમાંથી 1000 થી વધુ પ્રોબેશનરી આઈએએસ, આઇએફએસ, આઈપીએસ અધિકારીઓની તાલીમ યોજાશે.

એક સપ્તાહના તમામ અધિકારીઓને ફરજિયાત ગામડામાં રહેવાની તાલીમ.

તેમની ફિલ્ડમાં જઈને ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી કરવી પડશે.
પ્રોબેશનરી અધિકારીઓની દિવાળી નર્મદાના ગામડાંઓમાં ઉજવાશે.

18 થી 31 ઓક્ટોબર બે સપ્તાહ મસુરી થી આવનારા 42 પ્રોબેશનરી અધિકારીઓ નર્મદા ના ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્ડ વિઝીટ કરશે.

પાંચ વિભાગના કામોનો સર્વે કરી અભ્યાસ કરશે.

શિક્ષણ, આરોગ્ય, પંચાયત રાજ્યની કામગીરી, ગરીબી.

રાજપીપળા, તા. 16

નર્મદા નું સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે દેશભરના પ્રવાસીઓ અધિકારીઓ પદાધિકારીઓ માટે હબ બની ગયું છે. આખા વર્ષ દરમિયાન દેશમાંથી વિવિધ રાજ્યોમાંથી વિવિધ મંત્રાલયના અધિકારીઓ નો રસલો આવતો જ રહે છે. હમણાં જ દેશના દેશભરમાંથી ઉર્જામંત્રીઓ પરિષદ કેવડિયા ખાતે યોજાઈ ગઈ. હવે ૩૧મી ઓક્ટોબરે સરદાર જયંતિ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા પધારી રહ્યા છે. ત્યારે 18 થી 31 ઓક્ટોબર એમ કુલ ૧૪ દિવસ માટે યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર 1000 થી વધુ ૪૨ ડિગ્રી અધિકારીઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાત દિવસની ગ્રામ્ય વિસ્તારોમાં ફિલ્ડ વિઝીટ કરી સર્વે કરી તાલીમ મેળવશે. જેમાં ૪૨ જેટલા પ્રોબેશન અધિકારી ઓ સાત દિવસ 18 થી 14 ઓક્ટોબર બધા જિલ્લામાં તાલીમ મેળવશે. સાત દિવસની તાલીમ બાદ વધુ એક સપ્તાહ દેશભરમાંથી આવેલા એક હજારથી વધુ પ્રોબેશનરી અધિકારીઓ કેવડિયા કોલોની ખાતે આવશે અને 31મીએ સ્ટેચ્યુ ખાતે સરદાર જયંતિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે,
જિલ્લા કલેક્ટર આઈ. કે. પટેલે આ અંગે આયોજન અને તડામાર તૈયારીઓ અતિ વ્યસ્ત છે, તેમના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમની જવાબદારી જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિલેશ તથા પ્રયોજના વહીવટદાર અને જવાબદારી સોંપાઈ છે,


આ તાલીમ આવનારા પ્રોબેશનરી આઈએએસ, આઇએફએસ,પીએસઆઇ અધિકારીઓને વિવિધ જિલ્લામાં જઈને ફિલ્ડ લેવી પડશે. જેમાં પાંચ વિભાગ વિભાગો શિક્ષણ, આરોગ્ય, પંચાયત રાજ્ય ની કામગીરી, ખેતીવાડી, જમીન સુધારણા, સ્વચ્છ ભારત મિશન, ગ્રામીણ યુવકો અને આકાંક્ષાનો સર્વે કરશે અને તેનો વિગતે અભ્યાસ કરશે.


જેમાં નર્મદામાં ૪૨ જેટલા પ્રોબેશનરી અધિકારીઓ નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્ડ વિઝીટ કરવાના છે તેમને સાગબારા તાલુકાના પાંચપીપરી પ્રાથમિક શાળાઓમાં રોકાશે, જ્યારે દેડીયાપાડા તાલુકામાં નિવાલ્દા અને ચિકદા પ્રાથમિક શાળાઓમાં રોકાશે તથા તિલકવાડા તાલુકામાં વઘેલી પ્રાથમિક શાળાઓમાં રોકાશે, જ્યારે ગરુડેશ્વર તાલુકા માં ગરુડેશ્વર અને નાંદોદ તાલુકામાં ધારીખેડા પ્રાથમિક શાળામાં ઉતારો આપવામાં આવશે.આ વર્ગ-૧ના અધિકારીઓ ને કોઈપણ જાતની વીઆઈપી સુવિધા મળશે નહીં. તેમના રહેવા જમવાની સાદગીપૂર્ણ સુવિધા રહેશે. જે એક ટ્રેનિંગ ના ભાગરૂપે હશે આ અધિકારીઓની દિવાળી પણ નર્મદાના ગામડાઓમાં જ ઉજવાશે 31મીએ આધિકારી ઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત મુલાકાત કરવાનો એક અનોખો લહાવો પણ મળશે. દિવાળી પોતાના વતનમાં પરિવાર સાથે ઉજવી શકશે નહીં.આ તાલીમ અંગેની નર્મદા સ્વતંત્ર તૈયારીમાં લાગી ગયું છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ

અમારી ચેનલ જોવા માટે અહીં ક્લિક કરો અને સસ્ક્રાઇબ કરો

Translate »
%d bloggers like this: