દિવ બસ સ્ટેશનમાં પાયાની સુવિધાઓ ની ઉણપ

 દિવ જિલ્લા ભાજપા પ્રમુખ દ્વારા કલેકટર ને  તાત્કાલિક ધોરણે પાયાની સુવિધા પુરી પાડવા માટે અપીલ કરવામાં આવી દિવ  બસ સ્ટેશનમાં પાયાની સુવિધાઓ ની ઉણપ
 દીવ એક પર્યટક સ્થળ છે. અહીંયાં મોટી સંખ્યામાં પર્યટકો ની  અવરજવર ચાલુ રહે છે. તેમાંથી મોટાભાગના લોકો બસ દ્વારા મુસાફરી કરતા હોય છે. દીવ એક ખુબ જ સુંદર, સ્વચ્છ અને રમણીય પર્યટક
સ્થળ છે. દીવ સ્માર્ટ સિટી બનવા જઈ રહ્યું છે.હાલ ઘણા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.  તે અંતર્ગત દિવ બસ સ્ટેશનનું વિસ્તરણ અને બ્યુટીફીકેશન ની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પરંતુ તેને હજુ ઘણો સમય લાગશે
.
હાલમાં બસ સ્ટેશન ની હાલત ખૂબ જ ખરાબ છે. આ પરિસ્થિતિને જોતાં દીવ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી બીપીનભાઈ શાહે  દીવ જિલ્લા કલેકટર શ્રીમતી  સલોની  રાય ને લેખિત મા આ સમગ્ર પરિસ્થિતિ ની જાણ કરતા જણાવ્યું હતું કે હાલ  દિવ બસ સ્ટેશન ની હાલત ખૂબ જ ખરાબ છે મુસાફરોને બેસવા માટેની પણ કોઈ વ્યવસ્થા નથી. બસ સ્ટેશનમાં ઉપર છત ના હોવાને કારણે લોકો ને ખુલ્લા મા બેસવુ પડે છે. આ ઉપરાંત પાયાની સુવિધા જેમકે શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલય ની સુવિધા પણ ઉપલબ્ધ નથી. જેથી કરીને દીવના સ્થાનિક લોકો તેમજ હજારો મુસાફરો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બિપિનભાઈ શાહે  આ રીતે દિવ બસસ્ટેશનની હાલની પરિસ્થિતિ, દીવના સ્થાનિક લોકો તેમજ મુસાફરોને થઈ રહેલી તકલીફથી જિલ્લા કલેકટર શ્રીમતી સલોની રાયને વાકેફ કર્યા અને એવી માંગ કરી છે કે જ્યાં સુધી દિવ બસ સ્ટેશનના વિસ્તરણ તેમજ બ્યુટીફીકેશન નું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકો માટે બેસવાની વ્યવસ્થા પીવાના પાણીની તેમજ સ્વચ્છ સૌચાલય ની પણ વ્યવસ્થા કરવામાં આવે જે ખૂબ જ જરૂરી છે.
Translate »
%d bloggers like this: