૭૩ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની વિજાપુર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ

૭૩ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની વિજાપુર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ

 વિજાપુર તાલુકાના વિકાસ માટે  રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો                                      

ગુજરાત રાજ્ય વિકાસના નવા આયામો સર કરી રહી છે.

  • આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા

મહેસાણા

   ૭૩મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વિજાપુર ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ ધ્વજ વંદન અને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું.

 આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્બભાઇ મોદીના નેતૃત્વમાં દેશ સુખ,શાંતિ અને સલામતીનો અનુંભવ કરી રહ્યો છે. .આજના રાષ્ટ્રીય પર્વે દેશની પ્રગતિ,શાંતિ,સલામતી અને સમૃધ્ધી માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો જોઇએ.આજના પાવન પર્વે અખંડ ભારતની કલ્પના સાથે જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ની કલમ દુર કરી આજનો પર્વ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે.

  મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતના ચાર સપૂતોએ દેશ અને દુનિયામાં નામના મેળવી છે. આઝાદી માટે મહાત્મા ગાંધીજી,અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ અને પ્રધાનમંત્રીશ્રી અને ગૃહ મંત્રીશ્રીએ આઝાદીના સાત દાયકોનો સળગતો પ્રશ્ન જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ દુર કરી સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

  મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતનો વિકાસ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં તેજ ગતિએ થઇ રહ્યો છે.રાજ્યમાં સંવેદનશીલતા,પારદર્શકતા,નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના પંથ પર ચાલતી આ સરકારે પ્રજા હિતના ૬૦૦ નિર્ણયો કર્યા છે. રાજ્યના ૨૯ લાખ ખેડુતોને કિસાન સન્માન યોજનામાં રૂ.૧૧૩૫ કરોડ મળ્યા છે. ખેડુતોના હિતમાં ઝીરો ટકા વ્યાજે લોન આપવાની શરૂઆત કરાઇ છે.રાજ્યમાં ૮૫૦૦ કરોડ રૂપિયાથી અનાજના ટેકાના ભાવની ખરીદી કરાઇ છે.


 મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગુજરાત ગ્રીન એન્ડ ક્લીન એનર્જી તરફ આગળ વધી રહ્યું છે. ૧૦ કરોડ વૃક્ષોના વાવેતરના નિર્ધાર સાથે ૦૯ હજાર મેગાવોટ એનર્જી ઉત્પાદન અને ૦૬ લાખ ઘરોમાં સોલર પેનલ થકી ૧૫૦૦ વોટ વીજળી ઉત્પાદનના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે.

 મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં રોજગાર મેળાઓ થકી ૧૧ લાખ કરતાં વધુ યુવાનોને રોજગારીની તકો સાંપડી છે. સરકારી સેવામાં ૦૧ લાખ ૧૮ હજાર યુવાનોને નવીન તકો મળી છે.દિકરી વ્હાલી યોજના થકી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને સાર્થક કર્યુ છે તેમ જણાવી મંત્રીશ્રીએ મહેસાણા જિલ્લા અને વિજાપુર તાલુકાના વિકાસનો ચિતાર રજુ કર્યો હતો.

  આ પ્રસંગે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વિકાસ માટે રૂપિયા રૂ.૨૫  લાખનો ચેક કલેકટરશ્રી એચ.કે.પટેલને અર્પણ કર્યો હતો..આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપનારને  સન્માનીત કરવામાં આવ્યા હતા

  આ ઉપરાંત મહેસાણા જિલ્લામાંથી થયેલ ગુનાઓના ઉકેલમાં પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતું. જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સના શ્રેષ્ઠ વિજાપુર તાલુકાના કર્મયોગીઓનું સન્માન કરાયું હતું.

 બાળ સંકલિત વિકાસ કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આંગણવાડી કર્મયોગીઓ અને તંદુરસ્ત બાળ હરીફાઇ અંતર્ગત બાળકોને સન્માનીત કરાયા હતા.જળસંચય યોજનામાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં વિજેતા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.

 મહેસાણા જિલ્લાને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર ખેલાડીઓમાં યોગામાં પુજાબેન પટેલ,એસ્ટેડો અખડામાં અંજલી કે પાંચા,ઠાકોર જીજ્ઞેસ, મીની ગોલ્ફમાં મિતિષાબેન ચૌધરી,ધુ્વિકાબેન ભાખરિયા,એડવેન્ચર સાકલીંગમાં ભરતભાઇ ચૌધરી,યોગાસનમાં વેદાંત પટેલ,હેન્ડબોલમાં દર્શન પટેલ,ચાર્મી પટેલ,કરાટેમાં વંશ આર્ય,ફ્લોર હોકીમાં શિતલબેન ઠાકોર અને ટેકવોન્ડોમાં શ્રેયસ પટેલને સન્માનીત કરાયા હતા.

  કાર્યક્રમમાં વિવધ શાળાઓ-કોલેજો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા જેમાં સુર્ય નમસ્કાર, અને દેશ ભક્તિના ગીતો રજુ કરાયા હતા. મંત્રીશ્રી તેમજ મહાનુંભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.. કાર્યક્રના અંતે પોલીસબેન્ડ પર રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. આ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું યોજવામાં આવ્યો હતો.                     

         કાર્યક્રમમાં સંસદ સભ્યશ્રી શારદાબેન પટેલ,ધારાસભ્યશ્રી રમણભાઇ પટેલ,જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા,નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, અગ્રણી નિતીનભાઇ પટેલ,પુર્વ સાંસદશ્રી જયશ્રીબેન પટેલ,પુ્ર્વ ધારાસભ્ય કાન્તિભાઇ પટેલ,પુ્ર્વ મંત્રી ખોડાભાઇ પટેલ અધિકારીઓ,પદાધિકારીઓ ,અગ્રણી નાગરિકો,જનમેદની અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા 

Translate »
%d bloggers like this: