IAS.IPS.IFS.IRS.તાલીમી સનદીઅધિકારીઓ ને મૈસુરી ખાતે તીરંદાજી ની તાલીમ આપતા નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમી ના સ્થાપક દિનેશભાઇ ભીલ

IAS.IPS.IFS.IRS.તાલીમી સનદીઅધિકારીઓ ને મૈસુરી ખાતે તીરંદાજી ની તાલીમ આપતા નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમી ના સ્થાપક દિનેશભાઇ ભીલ

370 જેટલા અધિકારીઓ ત્રણ દિવસ ની તીરંદાજી ની તાલીમ લઈ રહ્યા છે

અધિકારીઓ પોતાના કામમાં ધૈર્ય રાખી શકે અને એક લક્ષય સાથે પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે આવી તાલીમ જરૂરી

રાજપીપલા તા. 13

પ્ તારીખ 13/11/ થી તારીખ 15/11/2019 સુધીત્રણ દિવસ ની ઉતરાખંડ મૈસુરી ખાતે આવેલ લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એડમીનીસ્ટ્રેશન એકેમેડેમીમાં હાલ UPSC પરીક્ષા પાસ કર્યા પછી IAS.IPS.IFS.IRS.ની વહીવટી તાલીમ મૈસુરી ખાતે તાલીમ પ્રાપ્ત કરી આ તાલીમ પ્રાપ્ત કરતા અધીકારીઓ ને તીરંદાજી ની તાલીમ આપવા માટે નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમી ના સ્થાપક સ્પોર્ટસ ઓથોરીટી ઑફ ગુજરાત વિભાગ માં છોટાઉદેપુર જિલ્લા સિનિયર કોચ વર્ગ- 2 અધિકારી તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ભીલ ને આમંત્રણ આપવામાં આવ્યુ છે.. થોડા દિવસ પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આ તમામ 370 જેટલા અધિકારીઓ ને ગૂજરાત ના અલગ અલગ જિલ્લાઓ માં મુલાકાત માટે બોલાવ્યા હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા જિલ્લા માં પણ આ પ્રોબેશનરી ઓફિસરોએ તાલીમ લીધી હતી.

દરમ્યાન તણખલા ખાતે એકલવ્ય તીરંદાજી એકેડેમી ના તિરન્દાજો એ નિદર્શન કર્યું હતુ. તિરન્દાજોએ અચૂક નિશાન તાકી તમામ ને મંત્ર મુગ્ધ કરી દિધા હતા તેના થી પ્રભાવિત થઈ lbhasa ના ડાયરેક્ટરે તાલીમ માટે આમંત્રણ આપ્યુ છે. તીરંદાજી રમત હવે દેશ વિદેશ માં પ્રચલિત થઈ છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ નર્મદા માં થી તાલીમ લઇને આ ઓફિસરો પુનઃ મસૂરી આવ્યા હતા.ભવિષ્ય ના કલેકટર અને એસપી તેમજ વર્ગ -1ના અધિકારીઓ પોતાના કામમાં ધૈર્ય રાખી શકે અને એક લક્ષય સાથે પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે ત્રણ દિવસ ની તીરંદાજી (આર્ચરી )કળા શીખે તો તેમના કેરિયર માટે ઉપયોગી હોઈ આ તાલીમ આપવામાં આવી રહી છે જેને તાલીમ આપી રહ્યા છે નસવાડી ખાતે પોતાની તીરંદાજી એકેડેમી ચલાવનાર સિનિયર કોચ વર્ગ- 2 ના અધિકારી તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ભીલઆ આધિકારીઓ ને તાલીમ આપી રહ્યા છે જેમણે નર્મદા ના આદિવાસી વિસ્તાર માઅસંખ્ય આદિવાસી ઓને તીરંદાજ માં તૈયાર કરી નેશનલ એવોર્ડ આપવનાર દિનેશભાઈ ભીલનર્મદા અને છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ બન્યા છે

તસ્વીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Translate »
%d bloggers like this: