ધ્રાંગધ્રા તાલુકાના ભેચડા ગામે મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

*ધ્રાંગધ્રા તાલુકાના ભેચડા ગામે મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર

*ભારતીય બનાવટની વિદેશી દારૂની એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ૭૫૦ મીલીની બોટલો નંગ -૬૭૨ કિ.રૂ .૨,૦૧,૬૦૦ / – તથા એપીસોડ કલાસીક વ્હીસ્કી ૧૮૦ મીલીની બોટલો નંગ -૧૮૬૬ કિ.રૂ .૧,૮૬,૬૦૦ / – એમ મળી કુલ રૂ .૩,૮૮,૨૦૦ / -નો મુદામાલ ઝડપાયો*

મ્હે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લા માંથી પ્રોહી / જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી ડી.એમ.ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ હોય , જે અન્વયે શ્રી ડી.એમ.ઢોલ સાહેબનાઓએ એલ.સી.બી. ટીમને પ્રોહી / જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્રારા પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે , શૈલેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા કીરીટસિંહ સુખુભા ઝાલા રહે.બંને ભેચડા તથા સંજય ઉર્ફે ડાકુ હરજીભાઇ ચૌહાણ રહે.ધ્રાંગધ્રા નરશીપરા વાળા એમ ત્રણેય સાથે મળી કીરીટસિંહ સુખુભા ઝાલાએ ભેચડા ગામે જુના ગામમાં દિલુભા ચનુભાની દુકાનની પાછળ આવેલ ઓધવજીભાઇ પટેલનુ મકાન વેચાતુ રાખેલ તે કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં ગે.કા. પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે . જે ચોકકસ બાતમી આધારે હકિક્ત વાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા મકાનમાંથી ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂની એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ૭૫૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો નંગ -૬૭૨ કિ.રૂ .૨,૦૧,૬૦૦ / – તથા એપીસોડ કલાસીક વ્હીસ્કી ૧૮૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો નંગ -૧૮૬૬ કિ.રૂ .૧,૮૬,૬૦૦ / – એમ મળી કૂલ રૂ .૩,૮૮,૨૦૦ / – ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપીઓ હાજર નહી મળી આવતા આ કામે આરોપીઓ ( ૧ ) શૈલેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા રહે , ભેચડા તા.ધ્રાંગધ્રા ( ૨ ) કીરીટસિંહ સુખુભા ઝાલા રહે . ભેચડા તા.ધ્રાંગધ્રા ( 3 ) સંજય ઉર્ફે ડાકુ હરજીભાઇ ચૌહાણ રહે . ધ્રાંગધ્રા નરશીપરા તથા તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુધ્ધ પ્રોહી ધારા મુજબ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ સાહેબના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ . શ્રી વી.આર.જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દીલાવરસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા એન.ડી.કલોત્રા તથા પો.હેડ.કોન્સ . જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો.કોન્સ . જયેન્દ્રસિંહ જેઠીભા તથા અજયસિંહ વિજયસિંહ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા અશ્વીનભાઇ ઠારણભાઇ તથા અનિરુધ્ધસિંહ ભરતસિંહ એ રીતેની ટીમ દ્રારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે .
gf

રિપોર્ટ દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર.

Translate »
%d bloggers like this: