રથયાત્રાની સાદગી પૂર્વક ઉજવણી

રથયાત્રાની સાદગી પૂર્વક ઉજવણી
આજે અષાઢી બીજ છે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લામાં તેની ઉજવણી કરવામાં આવે છે અને રથયાત્રા કાઢવામાં આવે છે ત્યારે આ વખતે કોરોનાના કારણે ગુજરાતમાં રથયાત્રા કાઢવામાં નથી આવી રહી. ત્યારે ધ્રાંગધ્રામાં પણ સંસ્કાર ધામ ગુરુકુળ દ્વારા આ વખતે રથયાત્રા કાઢવામાં નથી


આવી સરકાર ના નિયમ મુજબ જ મંદિરમાં જ પૂજા વિધિ તેમજ મંદિરના પરિસર માં જ આ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો તેમજ લિમિટ સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આવનાર ભકતો ને પણ મંદિર માં પ્રવેશદ્વાર ઉપર માસ્ક પહેરેલ વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવતો હતો સાથે સેનેટાઈઝર કરવામાં આવતું હતું ત્યાર બાદ મંદિર માં પણ સોસીયલ ડિસ્ટન્સ પણ રાખવામાં આવ્યું હતું. છેલ્લા સાત વર્ષ થી નીકળતી રથયાત્રા આ વર્ષે સાવ સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દેશની રક્ષા કરતા જવાનો જે શહીદ થયા છે તેમના આત્માને ઈશ્વર શાંતિ આપે દેશની સુરક્ષા સારી રહે અને દેશ અને વિશ્વમાંથી કોરોના વિદાય લે તેવી ભગવાન પાસે પ્રાર્થના સંતો દ્વારા કરવામાં આવી હતી

————-//————-//———–

— કેસવપ્રકાશ સ્વામી
(સંસ્કાર ધામ ગુરુકુલ ધ્રાંગધ્રા)

— પ્રાગજીભાઈ મારર્વિ
(હરિભકત)

————–//———–//————

રિપોર્ટર :-
દિપકસિંહ વાઘેલા
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર

Translate »
%d bloggers like this: