જામનગર વૈષ્ણવ સાધુ(બા.વૈ) સમાજ દ્વારા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ

જામનગર વૈષ્ણવ સાધુ(બા.વૈ) સમાજ દ્વારા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ

જામનગર વૈષ્ણવ સાધુ(બા.વૈ) સમાજ દ્વારા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ
જાડેજાના હસ્તે તેજસ્વી તારલાઓનુ સન્માન

જામનગર તા.૧૮ ઓગષ્ટ, આજરોજ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ(બા.વૈ.)ટ્રસ્ટ જામનગર દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો હતો.

જેમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે મંત્રી શું કહ્યું હતું કે, બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે એ ખૂબ જરૂરી છે. આજના એકવીસમી સદીના આ યુગમાં શિક્ષણએ અતિઆવશ્યક છે. ત્યારે બાળકોની અનન્ય પ્રતિભાઓને સમાજ દ્વારા ખીલવવામાં આવે તે ખૂબ જ આદર્શ બાબત કહેવાય. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને તેજસ્વી બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Translate »
%d bloggers like this: