અમરેલી જીલ્લાના ધરી તાલુકાના કેટલાક ગામોમાં અચાનક જ એક વિચિત્ર પ્રકારની ઇયળો આવી પડી છે.. આ ઈયળો એકલ દોકલ નહિ પરંતુ લાખો અને કરોડોની સંખ્યામાં આવી પડે છે.. ગીર જંગલ માંથી આવતી આ મુસીબતના કારણે લોકોનું જીવન દોહ્યલું થઇ ગયું છે

અમરેલી જીલ્લાના ધરી તાલુકાના કેટલાક ગામોમાં અચાનક જ એક વિચિત્ર પ્રકારની ઇયળો આવી પડી છે.. આ ઈયળો એકલ દોકલ નહિ પરંતુ લાખો અને કરોડોની સંખ્યામાં આવી પડે છે.. ગીર જંગલ માંથી આવતી આ મુસીબતના કારણે લોકોનું જીવન દોહ્યલું થઇ ગયું છે..

જુઓ આ દ્રશ્યો.. આ એક વિચિત્ર પ્રકારની ઈયળો છે જેણે છેલ્લા એક અઠવાડિયાથી આ ગામ પર જાણે કે  રીતસર નો હુમલો કર્યો છે.. એકીસાથે કરોડોની સંખ્યામાં ઈયળો આવી ચડતા સ્થાનિકો મહા મુસીબતમાં મુકાયા છે.. દીવાલો પર, ઘર માં , રસોડામાં.. જ્યાં જુઓ ત્યાં આ ઈયળો એ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે.. મહિલાઓ રસોઈ બનાવવા માટે રસોડાના બદલે ખુલ્લામાં પલંગ પર રસોઈ બનાવવા મજબુર બની છે..સ્થાનિક આગેવાનો દ્વારા દર વર્ષે આ અંગે સંબંધિત સરકારી વિભાગને જન કરવામાં આવે છે.. પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી… સુખપુર ગામના સરપંચ જણાવી રહ્યા છે કે આ ઈયળો નો નાશ કરવા માટે થોડા ઘણા અંશે કેરોસીન નો છંટકાવ કારગત નીવડે છે પરંતુ કેરોસીન મળતું નથી.. અને ગરીબ લોકો ને કેરોસીન નો છંટકાવ કરવો પોષાતો પણ નથી…


બાઈટ : યુનુસભાઈ જુણેજા ( સરપંચ, સુખપુર )

વો:2: કાન્ગ્સા ગામમાં હજુ ઈયળો આવવાની શરૂઆત થઇ છે.. હજુ આ ઈયળો મોટા પ્રમાણમાં જંગલ માંથી ગામ તરફ આવી રહી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.. આવા સંજોગોમાં લોકોની મુશ્કેલી વધશે તે ચોક્કસ છે..

રિપોર્ટર :ભૂપત સાંખટ

Translate »
%d bloggers like this: