ધારી પો.સ્‍ટે. વિસ્‍તારમાંથી દેશી દારૂની હેરા-ફેરી પકડી પાડી રૂ.૬૩,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરતી અમરેલી એલ.સી.બી

*અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી. આર. કે. કરમટાનાઓની રાહબરી નીચે પો.સ.ઇ. શ્રી પી. એન. મોરી તથા એલ.સી.બી. ટીમ* ને બાતમી રાહે હકીકત મળેલ કે માણાવાવ ગામે રહેતો બાલુભાઇ ખોડુભાઇ ધાખડા પોતાનાં મેજીક વાહનમાં દેશી દારૂ ભરી ધારી તરફ આવે છે તેવી ચોક્કસ બાતમી મળતાં ધારી, ગળધરાનાં પાટીયા પાસે વોચ ગોઠવી મેજીક વાહનમાં થતી દેશી દારૂની હેરા-ફેરી પકડી પાડેલ છે.

💫 *પકડાયેલ ઇસમઃ-*

1⃣ બાલુભાઇ ખોડુભાઇ ધાખડા, ઉ.વ.૩૫, રહે.માણાવાવ તા.ધારી જી.અમરેલી.
2⃣ નનુભાઇ જીવાભાઇ વાઘેલા, ઉ.વ.૪૬, રહે.ટીંબરવા તા.ઉના જી.ગીર સોમનાથ હાલ રહે. માણાવાવ તા.ધારી જી.અમરેલી.
3⃣ ગેલાભાઇ નાનજીભાઇ જખવાડીયા, ઉં.વ.૩૮, રહે.ધારી, વાઘાપરા. જી.અમરેલી.

💫 *પકડાયેલ મુદ્દામાલઃ-*
દેશી પીવાનો દારૂ લીટર ૧૫૦, કિં.રૂ.૩,૦૦૦/- તથા એક ટાટા મેજીક વાહન રજી. નં. જી.જે.-૦૧-ડી.વાય.૦૮૪૪, કિં.રૂ.૬૦,૦૦૦/- મળી *કુલ રૂ.૬૩,૦૦૦/-* નો મુદ્દામાલ         

💫આ અંગે પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરી પકડાયેલ મુદ્દામાલ તથા આરોપીઓ ધારી પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે.

 

💫 આ કામગીરી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર. કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી. એન. મોરી તથા એલ.સી.બી. ટીમ* દ્વારા કરવામાં આવેલ છે. 

Translate »
%d bloggers like this: