હરીયાણા રાજ્યની છેલ્લા પાંચેક વર્ષથી ગુમ થયેલ માનસિક અસ્થિર મહીલાને તેના પરીવાર સાથે મેળાપ કરાવી આપતી ધારી પોલીસ ટીમ

ધારી ગામમા છેલ્લા પંદરેક દીવસથી રખડતી માનસીક અસ્થિર મહીલાને ધારી પોલીસ સ્ટેશને લાવી તેની પુછપરછ કરતા અને આ મહીલાને પોતાના નામ સરનામા બાબતે પુછતા ખાલી બાલાદેવી એટલુ જ હીંદી ભાષામાં જણાવતી હોય અને તેઓની પાંચ કલાક પુછપરછ કરતા તેની વાતોમા ગડી, જરોઠ, સોનીપત, ગન્નોર જેવા શબ્દો બોલતી હોય જેથી આ મહીલા પંજાબી હરીયાણાની હોવાનુ જણાતા ધારી ટાઉનમા રહેતા પંજાબી માણસોને ધારી પોલીસ સ્ટેશને બોલાવી પંજાબી તથા હરીયાણી ભાષામાં વાતચીત કરાવતા આ મહીલાનુ પુરૂ નામ સરનામુ જાણવા મળેલ નહી બાદ જરોઠ, સોનીપત, ગન્નોર નામની જગ્યા અંગે ગુગલમા સર્ચ કરતા આ શહેરો હરીયાણા રાજ્યના હોય જેથી ગુગલમાંથી હરીયાણા રાજ્યની પોલીસના સંપર્ક નંબરો શોધી હરીયાણા રાજ્યના જરોઠ, સોનીપત તથા ગન્નોર પોલીસનો સંપર્ક કરી આ પોલીસ સાથે બાલાદેવી નામની માનસીક અસ્થિર મહીલાની વાતચીત કરાવતા આ મહીલા બાલાદેવી વા/ઓ મોહનલાલ પારાસર રહે. ગન્નોર શહેર ગડી જજારા રોડ, ગાંધીનગર વિસ્તાર મકાન નં.૬૭૫ તા. ગન્નોર જી. સોનીપત રાજ્ય – હરીયાણા વાળી હોવાનુ અને આ મહીલા માનસીક અસ્થિર હોય અને ૨૦૧૫મા ગન્નોર શહેરમાંથી ગુમ થયેલ હોય જેની ગુમ નોંધ ગન્નોર પોલસ સ્ટેશન જી.સોનીપત ખાતે તા.૨૦/૦૨/૨૦૧૫ મા થયેલ હોય જેથી આ મહીલાના પરીવારનો પતો મેળવી આ બાલાદેવીને તેના પરીવાર સાથે મેળાપ કરાવી તેના પરીવારને સોંપી આપેલ છે.
આ પ્રશંસનીય કામગીરી એન.એ.વાઘેલા પો.સબ.ઇન્સ. તથા ધારી પોલીસ સ્ટેશનની ટીમે કરેલ છે

Translate »
%d bloggers like this: