કૃષ્ણ નગરી દ્વારકા ચાર દિવસના વરસાદના વિરામ બાદ હજુ પણ પાણીમાં..ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકા મા વરસાદે ચાર દિવસથી આ વિરામ લીધો પણ પછી પણ દ્વારકા

કૃષ્ણ નગરી દ્વારકા ચાર દિવસના વરસાદના વિરામ બાદ હજુ પણ પાણીમાં..ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકા મા વરસાદે ચાર દિવસથી આ વિરામ લીધો પણ પછી પણ દ્વારકા નો મુખ્ય માર્ગ અને ઇસ્કોન ગેટ પાસે હજુ પણ ચાર ફૂટ જેટલા પાણી ભરેલ છે

દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર સાહેબે પણ આ પ્રશ્ન માટે રૂબરૂ મુલાકાત લેવી પડી એક તરફ લોકડાઉન દરમિયાન લોકોના ધંધા રોજગાર બંધ રહ્યા અને બીજી તરફ આજે નગરપાલિકાની ઊંઘને કારણે દ્વારકાવાસીઓ ના ધંધા રોજગાર બંધ છે

અને ભદ્રકાલી રોડ ઇસ્કોન ગેટ ની આજુબાજુના વિસ્તારમાં લોકોના ઘરમાં અને દુકાનોમાં પાણી ભરાતા લોકોનું લાખોનું નુકસાન થયું છે છતાં પણ નગરપાલિકા દ્વારા ધીમી ગતિએ જાણે પાણીનો નિકાલ થતો હોય એવું લાગી રહ્યું છે અને કલેકટર સાહેબની મુલાકાત બાદ પણ જાણે કોઈ ફરક નથી પડતો…

તસ્વીર વિતલ પીસાવાડિયા દેવભૂમિ દ્વારકા

Translate »
%d bloggers like this: