બનાસકાંઠામાં ડીસા તાલુકાના લોરવાડા ખાતે અંધશ્રદ્ધા સામે જાગૃતિ માટે ભૂવાજી અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું

 બનાસકાંઠામાં ડીસા તાલુકાના લોરવાડા ખાતે અંધશ્રદ્ધા સામે જાગૃતિ માટે ભૂવાજી અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં ડામ આપ્યાની બે ઘટનાઓમાં બે બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને લોકોમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા સામે જાગૃતિ માટે પગલા હાથ ધર્યા છે.ત્યારે અંધશ્રદ્ધાનો ફેલાવો ન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે આજે ભૂવાજી અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે જીલ્લામાં ઠેરઠેર ભૂવાઓ અને ધર્મગુરુઓના સંમેલન યોજી તેમને અંધશ્રદ્ધા ન ફેલાય અને લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી
આ સંમેલનમાં ડોક્ટર હરિયાણી સાહેબ દ્વારા બાળમરણ તથા માતા મરણ અટકાવવા અને લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બીમારીના સમયે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને લોકોમાં ઘર કરી ગયેલી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર કરવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે સંકલનમા રહી લોકોને આરોગ્ય શિક્ષણ મળી રહે તેવી ભુવાઓને અપીલ પણ કરવામાં આવી હતી

અહેવાલ વસરામ ચૌધરી બનાસકાંઠા

Translate »
%d bloggers like this: