મોસમના કુલ વરસાદમા ડેડીયાપાડા તાલુકો ૨૦૯ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે દેડીયાપાડા તાલુકામાંએક ઇંચ સાગબારા તાલુકામાં પોણો ઇંચ વરસાદ

મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૨૦૯ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે

દેડીયાપાડા તાલુકામાંએક ઇંચ સાગબારા તાલુકામાં પોણો ઇંચ વરસાદ

નર્મદા જિલ્લાેમાં તા.૬ ઠ્ઠી જુલાઇ, ૨૦૨૦ ને સોમવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૨૨ મિ.મિ., સાગબારા તાલુકામાં-૧૪ મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં-૦૬ મિ.મિ.,અને તિલકવાડા તાલુકામાં-૦૪ મિ.મિ.,વરસાદ નોંધાયો છે. આ સિવાય નાંદોદ તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાસ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તા થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૦૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૬૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૧૩૦ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૨૮ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને તિલકવાડા તાલુકો -૧૧૭ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાિના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૧.૭૩ મીટર, કરજણ ડેમ- ૯૯.૮૧ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૫.૨૩ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા- પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: