ડેડાણ ગામનાં અગ્રણી વેપારી નું અવસાન

ડેડાણ ગામનાં અગ્રણી વેપારી અને ઘાંચી સમાજના પ્રમુખ આદમભાઈ ટાંક અવસાન થતાં ડેડાણ ગામ શોકમગ્ન ડેડાણ ગામના અગ્રણી વેપારી અને ઘાંચી સમાજના પ્રમુખ આદમભાઈ ઈસાકભાઈ ટાંક (ઉ. વ. ૪૮) નૂં ટૂંકી માંદગી માં અકાળે અવસાન થતાં ઘેરા શોકની લાગણી થી ડેડાણ ગામ સ્તબ્ધ બન્યું છે જેમની અંતિમયાત્રા માં દફનવીઘી દરમિયાન ધારાસભ્ય અંબરીષ ડેર તથા ધારાસભ્ય જે. વી. કાકડીયા. અને કથાકાર રાજૂદાદા શાસ્ત્રી. તથા ડેડાણ રાજવી પરિવાર તથા અન્ય રાજકીય સામાજિક ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી અને ડેડાણ ગામના અઢારેય વરણ ના લોકો મોટી સંખ્યામાં અંતિમયાત્રા મા જોડાયા હતાં
અને આદમભાઈ ટાંક ઘાંચી સમાજ માટે નહીં ગામના હિન્દુ મૂસ્લીમ તમામ સમાજ માટે ઉપકારક હતાં નાની ઉંમરે વ્યવસાય ની પ્રગતિ સાથે પંચાયત સક્રીય સભ્ય રહીને સેવા કરવાનો સતત પ્રયત્ન કર્યો નાના માણસો ને તકલીફ હોય ત્યારે કોયપણ ભેદભાવ વિના તેને સહાયરૂપ થઈ કોઈ શોર શરાબા વિના સેવા સહાય કરવાનો તેમનો સ્વભાવથી ઓળખાતા હોય તે આસૂ લાવવા માટે પૂરતો છે આવા પરોપકારી સજ્જન માણસ ની ખોટ ડેડાણ ગામને કાયમી રહેશે તેથી પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. રૂપી શ્રધ્ધાંજલી ડેડાણ ગામ વતી આપવામાં આવી હતી

અહેવાલ:-યોગેશ કાનાબાર અમરેલી

Translate »
%d bloggers like this: