દસ વર્ષથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર શહેર તથા અન્ય જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પોલીસને મળેલ બાતમી હકિકત આધારે વાધાવાડી રોડ, પરીમલ ચોક પાસેથી આરોપી ઝાહિદભાઇ જમાલભાઇ હબીબાણી ઉ.વ.૪૨ રહે. વડવાનેરા ચોક, આંબલી સામે, વરતેજી ફળી, ભાવનગરવાળાને નંબર પ્લેટ વિનાના હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ચેસીસ નંબર 06G16C51612 તથા એન્જીન નંબર- 06G15M50797 સાથે ઉભો રાખી મો.સા.ના માલીકી બાબતે પુછતા યોગ્ય અને સંતોષકારક જવાબ નહી આપતા મો.સા. નંબર આધારે પોકેટ કોપ એપ્લીકેશનમાં માલીકી પણાની ખરાઇ કરતા અન્યના નામે મો.સા. રજીસ્ટર હોય જે બાબતે મજકુર યોગ્ય ખુલાસો નહી કરતા મો.સા.ની. કિ.રૂ।. ૧૫,૦૦૦/- ગણી કબ્જે કરેલ અને મજકુરની અટકાયત કરી રેકર્ડ ઉપર ખરાઇ કરતા આ મોટર સાયકલ ચોરી બાબતે અમરેલી જીલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં. ૪૭/૨૦૧૦ ઇ.પી.કો.કલમ ૩૭૯ થી ફરિયાદ રજીસ્ટર થયેલ છે. મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ, તથા પ્રદિપસિંહ ગોહિલ, યુસુફખાન પઠાણ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

Translate »
%d bloggers like this: