કારમાંથી રૂ.57, 200/- દારૂ પકડાયો દોઠ લાખની કાર સાથે કુલ રૂ. 2,07, 200/-નો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

સાગબારા તાલુકાના ચિત્રાકેવડી ગામે ફોર્ડ કારમાંથી રૂ.57, 200/- દારૂ પકડાયો. 
 દોઠ લાખની કાર સાથે કુલ રૂ. 2,07, 200/-નો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ.
 
 રાજપીપળા તા 23
સાગબારા તાલુકાના ચિત્રાકેવડી ગામે ફોર્ડ કારમાંથી રૂ.57, 200/- દારૂ પકડાયો, જેમાં દોઠ લાખની કાર સાથે કુલ રૂ. 2,07, 200/-નો મુદ્દામાલ કબજે કરી સાગબારા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 
 આ અંગેની ફરિયાદ પીએસઆઇ સાગબારા જી.કે.વસાવા જાતે ફરિયાદી બની આરોપી ગુલાબસિંગ શાંતિલાલ વસાવા (રહે.ધોલેખામ તા. નેત્રંગ જી.ભરૂચ )સામે ફરિયાદ નોંધી છે. 
 ફરિયાદની વિગત અનુસાર આરોપી ગુલાબસિંહ શાંતિલાલ વસાવાએ પોતાની ફોર્ડ ગાડી નંબર GJ19A1988 મા ગેરકાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ બોમ્બે સ્પેશિયલ વહિસ્કીના પ્લાસ્ટિકના ક્વાયરીયા નંગ-  1000 કિંમત રૂ 5,000 તથા હેવર્ડ  2000 પ્રીમિયમ સ્ટ્રોંગ  બિયર ટીન નં.72 કી.રૂ.7200/- મુદ્દામાલની હેરાફેરી કરતા ફ્રોડ ગાડીની કિં.રૂ.1, 50, 000 મળી કુલ કિં.2,07, 200/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
 રિપોર્ટ: દીપક જગતાપ,  રાજપીપળા
Translate »
%d bloggers like this: