એસીબી-સફળ ટ્રેપ-ફરીયાદી-એક જાગૃત નાગરીક

 

આરોપીઓ:-
(૧)
શંકરભાઇ વિરસીંગભાઇ માવી,
સરપંચ
બોરખેડા ગ્રામ પંચાયત, તા.જી.દાહોદ.

રહે.બોરખેડા, બીડ ફળીયુ,
તા. જી.દાહોદ. (પદાધિકારી)

(૨)
મનોજભાઇ શંકરભાઇ માવી,
(ખાનગી વ્યકિત)
રહે.બોરખેડા, બીડ ફળીયુ,
તા. જી.દાહોદ.

લાંચની માંગણીની રકમ. રૂા.૧૫,૦૦૦/-

લાંચમાં સ્વીકારેલ રકમ. રૂા.૧૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ. રૂા.૧૫,૦૦૦/-

ટ્રેપનું સ્થળ:-
દાહોદ હનુમાન બજાર,
સેન્ટ્રલ બેંકની સામે જાહેરમાં રોડ ઉપર.

ટૂંક હકીકત :-
આ કામના ફરીયાદીશ્રીના બોરખેડા ગામમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંતર્ગત LOB (લેફ્ટ આઉટ બેનીફીશરીઝ) કુટુંબ માટે વ્યકિતગત શૌચાલયનું બાંધકામ કરવા માટે ગ્રામ પંચાયત સાથે થયેલ એમ.ઓ.યુ મુજબ કુલ ૧૦૦ શૌચાલયનું બાંધકામ શિવાની સખી મંડળ, બોરખેડા એ કરવાનું હતું. આ મંડળના પ્રમુખ તરીકે ફરી.શ્રીના પત્ની તથા મંડળના મંત્રી તરીકે, શ્રીમતી શાન્તિબેન કામ કરે છે. તા.પં.કચેરી, દાહોદ તરફથી મળેલ વર્કઓર્ડર મુજબ પ્રથમ ૧૦ શૌચાલયો ફરીયાદીશ્રીએ તૈયાર કરેલ. જેનો ચેક રૂા.૧,૨૦,૦૦૦/- તા.૨૪/૧૨/૨૦૧૯ ના રોજ શિવાની સખી મંડળને મળી ગયેલ. જે કામ પેટે આરોપી નંબર (૧) શ્રી શંકરભાઇ વિરસીંગભાઇ માવી, સરપંચ, બોરખેડા ગ્રામ પંચાયત નાઓએ આ કામના ફરીયાદી પાસે રૂા.૧૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.
જે લાંચ આ કામના ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય એ.સી.બી. દાહોદ ખાતે ફરીયાદ કરતા આજરોજ તા.૨૮/૦૧/૨૦૨૦ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નંબર (૨) નાઓએ આરોપી નંબર (૧) વતી ફરીયાદી સાથે વાતચીત કરી ફરીયાદી પાસે રૂા.૧૫,૦૦૦/- ની લાંચ માંગી સ્વીાકારી આરોપી નંબર (૨) સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.

ટ્રેપિંગ અધિકારીઃ-
શ્રી પી.કે. અસોડા,
પોલીસ ઇન્સપેકટર
એ.સી.બી. પો.સ્ટે. દાહોદ
તથા ટીમ.

સુપર વિઝન અધિકારીઃ-
શ્રીમતી બી.જે.પંડયા,
ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.

Translate »
%d bloggers like this: