સરકારી ગૌચરમાં પોતાના આર્થિક લાભ માટે પગપેસારો કરી પ્રકૃતિની ઘોર ખોદતાં ખાંભાનાં ખેડૂત એવં સરકારી CRC.ની તરફેણ કરવા.. ખાંભા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીના ધમપછાડા

*સરકારી ગૌચરમાં પોતાના આર્થિક લાભ માટે પગપેસારો કરી પ્રકૃતિની ઘોર ખોદતાં ખાંભાનાં ખેડૂત એવં સરકારી CRC.નિલેશભાઈ ની તરફેણ કરવા.. ખાંભા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ભાસ્કરભાઈ અને રેવન્યુ તલાટીના ધમપછાડા.*…..

હમણાંજ તાજેતરમાં અમરેલી જિલ્લાના ખાંભાના ખાંભા -ઉના રોડ પર રાહાગાળા વિસ્તારમાં કે જે સિંહ તથા વન્યપ્રાણી રહેણાંક ગણાય છે, ત્યાં મામાદેવના મંદિર સામેના સરકારી ગૌચર ડુંગરને અડીને આવેલ જામીનમાલિકે પોતાના આર્થિક લાભ હેતુ આ ગૌચરમાં ખોદાણ કરી જંગલી ઝાડવા ઉખાડી આંબાની કલમો રોપવાની તજવીજ કરતા,એક પ્રકૃતિપ્રેમી દ્વારા મામલતદારશ્રી ખાંભાને તથા કલેક્ટરશ્રી અમરેલીને લેખિત રજુઆત કરતા વિભાગમાંથી સ્થળ પર પંચરોજકામ કરવા સર્કલ ઓફિસર તથા રેવન્યુ તલાટી દ્વારા પ્રથમ ફોનથી અરજદારને બોલાવવામાં આવ્યા ત્યારબાદ આ ગૌચર ખોદાણ કરનાર જમીનમાલિકનો ઢાંકપીછાડો કરવા આ સર્કલ અધિકારીને દબાણકર્તા સાથે સાઠગાંઠ હોય તેમ મનઘડંત પંચરોજકામ કરી અરજદારને સહીં કરવા કહેલ પણ અરજદારે એ વંચાણે લઈ પંચરોજકામમાં ગેરરીતિ દૂર કરવા અને સ્થળ પરની દ્રશ્યમાન ત્યારની સ્થિતિનું જ પંચરોજકામ કરવા ધ્યાન દોરેલ પણ સર્કલ ઓફિસરે કાયદાનો ઉલાળિયો કરી પોતાનું જ ચલાવવા આ પંચરોજકામ ફાડી નાખી અરજદારને પહેલા બોલાવવા પછી ગેરવ્યવહાર કરી કાઢી મુકવામાં આવેલ,,,

ત્યાર પછી અરજદારની, મીડિયાને સાથે રાખી પંચરોજકામ કરવાની અરજી હોવા છતાં,,અરજદારને અંધારામાં રાખી પોતાની મનમાની પ્રમાણે પંચરોજકામ કરી આ ગૌચરમાં ખોદાણની તજવીજ કરનાર જમીનમાલિકનો લૂલો બચાવ કરતા હોય તેવું જણાય છે.હવે જોવાનું એ રહ્યું કે આવા કર્મચારી અને ગૌચરમાંથી કોળિયો કાઢનાર જમીનમાલિક સામે વિભાગ દ્વારા પગલાં લેવાશે કે કેમ !!!!

Translate »
%d bloggers like this: