હવે યોગ્ય ધારાધોરણ પૂર્ણ કરતા કોરોના પોઝીટીવ દર્દીઓ ઘરે રહીને જ કોરોનાની સારવાર લઈ શકશે

શહેરની શ્રીબજરંગદાસ બાપા તેમજ બિમ્સ હોસ્પિટલ દ્વારા કોવિડ-૧૯ હોમકેરની સુવિધા ઉપલબ્ધ

હવે યોગ્ય ધારાધોરણ પૂર્ણ કરતા કોરોના પોઝીટીવ દર્દીઓ ઘરે રહીને જ કોરોનાની સારવાર લઈ શકશે

ભાવનગર, તા.૨૯ : કોરોના પોઝીટીવ દર્દી હવે પોતાની સારવાર પોતાના ઘરેથી જ લઈ શકશે. આ માટે શહેરની શ્રી બજરંગદાસ તથા બિમ્સ હોસ્પિટલ દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નજીવા દરે વિવિધ કોવિડ-૧૯ હોમકેર પેકેજ ઉપલબ્ધ કર્યા છે.

આ હોમકેર પેકેજીસમાં બેઝિક કેર, એડવાન્સ કેર તેમજ કમ્પ્લીટ કેરનો સમાવેશ કરવામાં આવેલ છે. જેના દર અનુક્રમે પ્રતિદિન રૂ.૫૦૦, રૂ.૧,૦૦૦ તથા રૂ.૩,૫૦૦ નક્કી કરવામાં આવેલ છે તેમજ આ દરેક પેકેજ હેઠળ ૧૦ દિવસ માટેની covid-19 હોમકેર સારવાર આપવામાં આવશે.

આ પેકેજ દ્વારા દર્દીને પોતાના ઘરે જ કન્સલ્ટન્ટ દ્વારા કોવિડ સારવાર અને પ્રોટોકોલ, નર્સિંગ સ્ટાફ તેમજ કન્સલ્ટન્ટ વિઝીટ, વિડીયો કોન્ફરન્સ દ્વારા એમ.ડી., ડોક્ટર તેમજ કન્સલ્ટન્ટ દ્વારા ડાયટ પ્લાન વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ ગાઇડલાઇન મુજબ બંધ બેસતા દર્દીઓને સરકારશ્રીની પૂર્વ મંજૂરી બાદ જ હોમ કેર સારવાર આપવામાં આવશે. આ પેકેજ ૧૦ વર્ષથી નીચેના અને ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે માન્ય રહેશે નહીં. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વિતા કે અન્ય રોગો ધરાવતા વ્યક્તિઓ માટે આ પેકેજ માન્ય રહેશે નહીં. જેને જરૂર હોય તેવા દર્દીઓને આઈ.સી.એમ.આર.ની ગાઈડલાઈન પ્રમાણે લેબોરેટરી દ્વારા જ કોવિડ-૧૯નો ટેસ્ટ કરી આપવામાં આવશે. જેનો ચાર્જ અલગથી રહેશે. આ પેકેજમાં લેબોરેટરી તપાસ તથા દવાનો ચાર્જ સામેલ નથી. ડોક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલ દવાઓ ઘરબેઠા પહોંચાડવામાં આવશે. ડોક્ટરે જણાવેલ લેબોરેટરી ટેસ્ટના સેમ્પલ કલેક્શન ઘરબેઠા કરવામાં આવશે.
અહેવાલ :- પી.ડી ડાભી તળાજા ભાવનગર

gf

Translate »
%d bloggers like this: