જિલ્લામા ૪૫ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૦ દર્દી થયા કોરોનામુક્ત

જિલ્લામા ૪૫ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૦ દર્દી થયા કોરોનામુક્ત


જિલ્લામાં નોંધાયેલા ૭૧૦ કેસો પૈકી ૪૨૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર, તા.૧૪ : ભાવનગર જિલ્લામા આજરોજ ૪૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૭૧૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૪ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૩૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૨, મહુવાના નેસવડ ગામ ખાતે ૧, મહુવાના બેલમપર ગામ ખાતે ૨, મહુવાના રાતોલ ગામ ખાતે ૧, મહુવાના ભાદરા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, વલ્લભીપુરના વાવડી ગામ ખાતે ૧, વલ્લભીપુરના હળીયાદ ગામ ખાતે ૧, ઉમરાળાના પરવાળા ખાતે ૧ તથા સિહોર ખાતે ૧ વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૬ અને તાલુકાઓના ૪ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
તેમજ આજરોજ ભાવનગર તાલુકાના થોરડી ગામના ૩૭ વર્ષીય પુરુષ દર્દીનુ અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૭૧૦ કેસ પૈકી હાલ ૪૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨૬૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

અહેવલ :-  પી.ડી ડાભી તળાજા ભાવનગર

gf

Translate »
%d bloggers like this: