ગત રાત્રે એક તેમજ આજે જિલ્લામાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા જ્યારે બે દર્દી બન્યા કોરોનામુક્ત

 

ગત રાત્રે એક તેમજ આજે જિલ્લામાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા જ્યારે બે દર્દી બન્યા કોરોનામુક્ત

જિલ્લામા નોંધાયેલા ૧૫૩ કેસોની સામે હાલ ૨૬ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર, તા.૧૧ : ભાવનગર જિલ્લામા ગત રાત્રે 10 વાગે એક તેમજ આજરોજ 2 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૫૩ થવા પામી છે. આજરોજ ભાવનગરના ભરતનગર ખાતે રહેતા ૪૨ વર્ષીય કિરણબેન અતુલભાઈ સાઠિયા, ઘોઘા જકાતનાકા ખાતે રહેતા ૩ માસનુ બાળક મહમદ ઝેદ રમજાનભાઈ મોદન તેમજ મહિલા કોલેજ, કૃષ્ણકુમાર અખાડા પાસે રહેતા ૩૦ વર્ષીય પ્રાચીબેન વૈભવભાઈ ભટ્ટનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ આવેલ પોઝીટીવ દર્દી પ્રાચીબેન ભટ્ટ અમદાવાદથી તા.૬ના રોજ પોતાના પતિ અને બે બાળકો સાથે ભાવનગર આવેલ અને બાદમા તેમની તબીયત બગડતા ડોક્ટર સાથે ટેલીફોનિક વાતચિત કરી દવા લીધેલ. બાદમા તબીયત વધુ બગડતા તેઓ PHC સેન્ટરની મુલાકાત લીધેલ અને તેમનો સેમ્પલ લેતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવેલ. જ્યારે અગાઉ કોરોના પોઝીટીવ આવેલ દર્દી સિધ્ધીબેન સાઠિયાના સંબંધી કિરણબેન અતુલભાઈ સાઠિયા તેમજ અગાઉ કોરોના પોઝીટીવ આવેલ દર્દી રમજાનભાઈ મોદનના ૩ માસના બાળક મહમદ ઝેદ રમજાનભાઈ મોદનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે સર ટી. હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમા દાખલ કરેલ છે.

જ્યારે આજરોજ ૨ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૨ જુનના રોજ મફતનગર, રસાલા કેમ્પ ખાતે રહેતા ૨૩ વર્ષીય બરખા અશોકભાઈ કેવલાણી, તેમજ તા.૨ જુનના રોજ આંબલા ગામ ખાતે રહેતા ૬૫ વર્ષીય ઘનશ્યામગીરી દોલતગીરી ગોસ્વામીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ બન્ને દર્દીની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ બન્ને દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ બન્ને દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૫૩ કેસ પૈકી હાલ ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૧૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૨ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Translate »
%d bloggers like this: