તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા પાનના ગલ્લાઓની આકસ્મિક ચકાસણી હાથ ધરાઈ

તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા પાનના ગલ્લાઓની આકસ્મિક ચકાસણી હાથ ધરાઈ

૯ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ. ૨૬૦૦/- નો દંડ વસુલાયો

ભાવનગર, તા.૧૭ : સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ અધિનિયમ સ્કોર્ડની રચના કરવામાં આવેલી છે.

તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (COTPA-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ, રેડની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.તાવીયાડના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા આજરોજ તા.૧૭-૦૬-૨૦૨૦ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી ભાવનગર શહેરી વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી જેમાં એસ.ટી.બસ સ્ટેન્ડ તેમજ ૯ જેટલી દુકાન ધારકો પાસેથી રૂ. ૨૬૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ. જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તમાકુ નું વેચાણ, ખરીદી એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ બીડી, સિગારેટ માં ૮૫% ભાગમાં ‘‘તમાકુ જીવલેણ છે’’ ‘‘તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે.’’ તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી લેવામાં આવી હતી.

આ કામગીરીમા એપિડેમિક મેડીકલ ઓફિસરશ્રી ડો. પી. એ. પઠાણ, સ્ટેટ ઇન્સ્પેકટર શ્રી સી.એમ.વાળા, એ.ઇ.આઇ-શ્રી ડી.કે.પંડયા, NTCP I/C ટોબેકો કાઉન્સેલર-શ્રી ડી.આર.ત્રિવેદી તેમજ પી.એમ.ઓઝાની સહભાગીદારીથી આ કામગીરીની જહેમત ઉઠાવેલ. તેમ ડીસ્ટ્રીકટ નોડલ ઓફીસર(NTCP) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.
અહેવાલ :- પી.ડી ડાભી તળાજા

gf

 

Translate »
%d bloggers like this: