*સુરત જિલ્લા મા આજે સવાર સુધી મા વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા*

 

ગુજરાત માં કોરોના ના કેસ સતત વધી રહ્યા સે કાલે સાંજ સુધી માં સુરત શહેર અને ગ્રામીણ વિસ્તાર માં કુલ ૩૪ કેસ નોંધાયા હતા.અને આજે પણ વહેલી સવાર સુધી માં ૨ પોઝિટિવ કેસ નોંધાતા ભારે ચિંતા નું મોજું ફરી વળ્યુ હતું. જિલ્લા ના કામરેજ તાલુકાના વાવ ગામે ૧ કેસ તથા ચોર્યાસી ગામે એક એમ ટોટલ આજે ૨ કેસ નોંધાયા છે એવું જાણવા મળી રહ્યું છે.

સુરત જિલ્લા મા કોરોના નો કહેર યથાવેત જોવા મળી રહ્યો છે વધુ બે કેસ સામે આવ્યા છે.

સુરત જિલ્લા ના કામરેજ તાલુકાના વાવ ગામે એસ.આર. પી. ગ્રાઉંડ નજીક રહેતા જાવેદ મિર્ઝા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ચોર્યાસી તાલુકા ના સારોલી ગામે રહેતા વાલીબેન જશુભાઈ કળસરિયા નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આ બંને દર્દીઓ ને સારવાર હેઠળ રાખવાં માં આવ્યા સે એવું જાણવા મળેલ

*રિપોર્ટર : જીતુ એન રાઠોડ*

 

Translate »
%d bloggers like this: