પત્રકારત્વનું ચોથી જાગીર તરીકે લોકશાહીમાં અમૂલ્ય યોગદાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો “આજકાલ” ગૃપનો ઇમ્પીરીયા એવોર્ડ સમારંભ

પત્રકારત્વનું ચોથી જાગીર તરીકે લોકશાહીમાં અમૂલ્ય યોગદાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

દરેક જિલ્લાને ઉદ્યોગ આધારિત ઓળખ સ્થાપવાની રાજય સરકારની નેમ રજૂ કરતા મુખ્યમંત્રીશ્રી

132.5 મીટર ભરાયેલ સરદાર સરોવરને 138 મીટર સુધી ભરી ઇતિહાસ સર્જવા રાજય સરકાર મક્કમ
– મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

રાજયના સર્વવ્યાપી વિકાસ માટે રાજય સરકારની કટિબધ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
જામનગર તા. ૧૭ ઓગષ્ટ, રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ લોકશાહી શાસન વ્યવસ્થામાં ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારી ઉપરાંતની ચોથી જાગીર તરીકે પત્રકારત્વના અમૂલ્ય પ્રદાનની ભરપુર પ્રશંસા કરી હતી.
જામનગર ખાતે “આજકાલ” સાંધ્ય અખબાર દ્વારા આયોજિત “ઇમ્પીરીયા” એવોર્ડ સમારંભમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ તાજેતરના ભારે વરસાદથી 132.5 મીટરની સપાટી સુધી ભરાયેલા સરદાર સરોવર ડેમનો સહર્ષ ઉલ્લેખ કર્યો હતો અને આ ડેમ ચાલુ વર્ષે 138 મીટરની સપાટી સુધી ભરી ઇતિહાસ સર્જવાની રાજય સરકારની તત્પરતા રજૂ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની દૂરંદેશીભરી નીતિ દોહરાવતાં દરેક જિલ્લાને ઉદ્યોગ આધારિત ઓળખ સ્થાપવાની રાજય સરકારની નેમ વ્યકત કરી હતી. જામનગર જિલ્લાના ગ્રેઇન માર્કેટ, બ્રાસ પાર્ટસ ઉદ્યોગ, બાંધણી વગેરે વિશેષતાઓને મુખ્યમંત્રીશ્રીએ આ તકે ખાસ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ રાજયના સર્વવ્યાપી અને સમતોલ વિકાસની રાજય સરકારની નીતિ સ્પષ્ટ કરી હતી, જેના સમર્થનમાં રાજયને રોજગારી રળી આપતા 35 લાખથી વધુ નાના-લઘુ-મધ્યમ ઉદ્યોગોના પ્રદાનની સરાહના કરી હતી.
સોશ્યલ મીડિયાના સમયમાં સફ્ળતાપૂર્વક બે દાયકા સુધી સાંધ્ય અખબાર ચલાવવા બદલ “આજકાલ” અખબારને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને ઉમેર્યું હતું કે, સાંધ્ય અખબારો નેતાગીરીનું સર્જન કરે છે, જે સમગ્ર સમાજ માટે ઉપયોગી છે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે મીડિયાની તાકતનો વિવેકપૂર્ણ તથા હેપ્પીનેસ ઇન્ડેકસ વધારવા માટે ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જામનગરની જી.જી. હોસ્પિટલના નવીનીકરણ માટે બજેટમાં રૂ. 500 કરોડની ફાળવણી કર્યાનું જણાવી આ હોસ્પિટલ તથા જામનગર શહેર સાથે સંકળાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આજકાલ ગૃપના શ્રી ચંદ્રેશભાઇ જેઠાણીએ મુખ્યમંત્રીશ્રીનું શાબ્દિક સ્વગત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધક્ષેત્રના 32 અગ્રણીનું સન્માન કરવામાં આવેલ જેમાં હાલારના તારલા સમાન અને જામનગરને વૈશ્વીક ફલકપર નામના અપાવનાર શ્રી પરિમલ નથવાણી, રવિન્દ્રસિંહ જાડેજા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, સમર્પણ જનરલ હોસ્પિટલ, શ્રી જીતેન્દ્ર લાલ વગેરેનું મુખ્યમંત્રીશ્રીએ એવોર્ડ 7-સીઝન રીસોર્ટ એન્ડ સ્પા સેન્ટર ખાતે અર્પણ કરી સન્માનીત કરેલ હતા.

આ એવોર્ડ સમારંભમાં કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદશ્રી પૂનમબેન માડમ, મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયરશ્રી કરસનભાઇ કરમુર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદ્રેશભાઇ પટેલ, શાસકપક્ષના નેતાશ્રી દિવ્યેશભાઇ અકબરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી સુભાષ જોષી, અગ્રણીશ્રી જીતુભાઇ લાલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેરના ઉદ્યોગપતિઓ, શહેર શ્રેષ્ઠીઓ, આજકાલ ગૃપના શ્રી ધનરાજ જેઠાણી, શ્રી ચંદ્રેશ જેઠાણી, શ્રી અનિલ જેઠાણી અને ગૃપ એડિટરશ્રી કાના બાંટવા તથા નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

Translate »
%d bloggers like this: