સરકારી મૂકબધીર શાળા અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થા ખાતે પંડિત દીન દયાળ ઉપાધ્યાયની ૧૦૩ મી જન્મ જયંતિની કરાયેલી ઉજવણી

રાજપીપલાની સરકારી મૂકબધીર શાળા અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થા ખાતે પંડિત દીન દયાળ ઉપાધ્યાયની ૧૦૩ મી જન્મ જયંતિની કરાયેલી ઉજવણી

રાજપીપલા, : તા 27

નર્મદા જિલ્લાની બાળલગ્ન પ્રતિબંધક-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ગઇકાલે રાજપીપલાની સરકારી મૂકબધિર શાળા તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએસ.વી.રાઠોડના અધ્યક્ષપદે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની ૧૦૩ મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ હતી, જેમાં સંસ્થાના મંત્રી વિજ્યભાઇ રામી, બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઇ પરમાર તેમજ શાળા અને સંસ્થાના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપલામાં ઉક્ત સંસ્થામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાહેબની ૧૦૩ મી જન્મ જયંતિની ઉજવણી નિમીત્તે સંસ્થાના અંતેવાસીઓને પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાહેબના જીવન ઉપર સમજ આપવાની સાથોસાથ શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી, તદ્દઉપરાંત સમાજ સુરક્ષા-બાળ સુરક્ષા કચેરીની વિવિધ યોજનાઓ વિશે જાણકારી પૂરી પડાઇ હતી.
આ પ્રસંગે ઉક્ત બંન્ને સંસ્થાઓમાં સ્વચ્છ ભારત અભિયાન, નવ નિર્મિત ભારતમાં પોતાનો ફાળો અને બાળ અધિકારો વગેરે જેવા વિષયો ઉપર યોજાયેલી નિબંધ સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામો એનાયત કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.

અમારી દરેક અપડેટ મેળવવા માટે નીચેના બેલ આઈકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો અને મેળવો અમારી દરેક અપડેટ

રિપોર્ટ :- જ્યોતિ જગતાપ , રાજપીપલા

Translate »
%d bloggers like this: