છેલ્લા એક વરસથી ગાળો આપી જાનથી મારી નાખવાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ.

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓને શોધી કાઢવા તેમજ ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રેન્જના તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જે સુચના અન્વયે આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓની તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે બોરતળાવ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં-૨૭૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૫૦૪,૫૦૬(૨),૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અનવરભાઇ ઉર્ફે અડવાણી અબુભાઇ ઠેબા ઉ.વ.૩૮ ધંધો-ફોર વ્હીલ લે-વેચનો રહેવાસી-મુળ-મજેવડી દરવાજા પાસે સકકરબાગ રામદેવપરા જુનાગઢ હાલ- વાંકાનેર આશીયાના સોસાયટી, જીમપરા ચોક, મનુભાઇના મકાનમાં ભાડેથી જી.મોરબી વાળાને વાંકાનેર ખાતેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીને બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા વિગેરે જોડાયા હતા.

Translate »
%d bloggers like this: