કોળી અને ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોનમાં પડતી મુશ્કેલીનું નિવારણ કરતા ચેરમેનશ્રી ભુપતભાઇ ડાભી અને મેનેજીંગ ડિરેક્ટરશ્રી આલગોતર સાહેબ
કોળી અને ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોનમાં પડતી મુશ્કેલીનું નિવારણ કરતા ચેરમેનશ્રી ભુપતભાઇ ડાભી અને મેનેજીંગ ડિરેક્ટરશ્રી અલગોતર સાહેબ
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક લૉન આપે છે , આ લોનના હપ્તા અત્યાર સુધી નિગમ તરફથી કોલેજને આપવામાં આવતા હતા જેના લીધે ઘણી વાર કોલેજ તરફથી સમયસર માંગણી ના થવાને લીધે લોનના હપ્તાની ચૂકવણીમાં વિલંબ થવાથી વિદ્યાર્થીઓને પેનલ્ટી ભરવી પડતી હતી , પરંતુ હવે હપ્તાની રકમ NEFT / RTGS દ્વારા સીધાં વાલીના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે અને જે તે દિવસે વાલી તે રકમ મેળવી શકશે.ચેરમેનશ્રી ભુપતભાઇ ડાભી અને એમ.ડી. અલગોતર સાહેબ દ્વારા લેવાયેલ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી…
આપની આસપાસ બનતી દરેક ઘટનાને મોકલી આપો અમારા સુધી અને અમારી દરેક અપડેટ મેળવો તમારા મોબાઈલ પર નીચેના બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો
તસ્વીર :- પી.ડી ડાભી તળાજા
Pddabhitalaja@gmail.com