ભાવનગર જિલ્લા માટે રાહતના સમાચાર

રાત દિવસની મહેનત લાવી રહી છે રંગ

ભાવનગરમાં છેલ્લા બે દિવસમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં

આજે એક દર્દીને રજા આપતા અત્યાર સુધીમાં કુલ પાંચ સંક્રમિત દર્દીઓ થયાં ડિસ્ચાર્જ

ગત અઠવાડિયે ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા તંત્ર દ્વારા ભાવનગર શહેરમાં જયાં વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા તે સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ઝોન જાહેર કરી આ વિસ્તારોમાં લોકોની માસ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેના પરિણામ સ્વરૂપ જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 24 સુધી પહોંચી જવા પામ્યો હતો.પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા લોકડાઉનની ચુસ્ત અમલવારી, મેડિકલ-પેરા મેડિકલ તેમજ વહીવટી તંત્રના કર્મીઓની રાત દિવસની અસરકારક કામગીરી, ડોર ટુ ડોર સર્વેની કામગીરી વગેરેના પરિણામે જિલ્લામાં છેલ્લા બે દિવસમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયેલ નથી અને નોંધાયેલા COVID-19 પોઝીટીવ વ્યક્તિઓ પૈકી સારવાર બાદ પાંચ દર્દીઓના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવતાં તેમને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લાના પ્રથમ કોરોનાગ્રસ્ત વ્યક્તિના અવસાન અને વધી રહેલી સંક્રમણની શક્યતાઓ વચ્ચે ભાવનગર જિલ્લા માટે આ રાહતના સમાચાર સાબિત થઈ રહ્યા છે.

ભાવનગર શહેરના કુલ પાંચ દર્દીઓનો COVID-19 ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા હતા.સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તેમની સારવાર બાદ ના રીપોર્ટ્સ કર્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓ હોસ્પિટલના સ્ટાફ અને તેમને આપવામા આવેલી તબીબી સેવાથી સંતુષ્ટ છે.

ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દાખલ કરવામાં આવેલ ૭૦ વર્ષીય જશુભાઈ ધનજીભાઈ જાંબુચા, ૩૪ વર્ષિય સલમાબેન ઉબેદુલ્લા શેખ , ૫૫ વર્ષિય નઝમાબહેન અબ્દુલ કરીમ શેખ, ૨૭ વર્ષિય તોફિક હારૂનભાઈ શેખ અને ૩૫ વર્ષિય ઝાહીદા નાગોરીને હોસ્પિટલના મેડિકલ સ્ટાફ દ્વારા રાત દિવસ એક કરી ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી,જેના પરિણામે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ૦૭ દિવસ બાદ ૨૪ કલાકના અંતરે લેવામા આવેલા તમામ પાંચ વ્યક્તિઓના COVID-19ના ટેસ્ટ સેમ્પલ નેગેટીવ આવ્યા છે.અને આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ થનાર દર્દી તોફિક શેખે જણાવ્યુ હતું કે, હોસ્પિટલના ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા અમારી ખુબ સારી ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. અમારી કોઈપણ જાતની જરૂરિયાતને સમયસર પૂરી કરી અમને સંપૂર્ણ સાથ સહકાર આપી કપરા સમયમાં અમને હિંમત પૂરી પાડી હતી. હાલ COVID-19માંથી સાજા થવાનો જે આનંદ છે તે આ તમામ સ્ટાફને આભારી છે.સાથે સાથે તેમણે લોકોને ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા લોકોને અપીલ પણ કરી હતી.


COVID-19ને હંફાવી સાજા થયેલા પાંચેય વ્યક્તિઓને હાલ તેમને ૧૪ દિવસ માટે હોમ કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવશે. ગાઈડલાઈન મુજબ COVID-19નો ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદના ૧૪ દિવસ સુધી કોરોન્ટાઈન કરવાના હોય છે. એટલે કે સાત દિવસ બાદ COVID-19નો ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ બીજા ૦૭ દિવસ હોમ કોરોન્ટાઈન ફેસિલીટીમા તેમને રખાયા છે.

Live

Click here to watch the video news

 

Translate »
%d bloggers like this: