ભાવનગર જિલ્લામા નોંધાયેલા ૧૭૧ કેસોની સામે હાલ ૩૪ દર્દીઓ સારવાર હેઠળ

આજે જિલ્લામાં ૪ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા જ્યારે ૧ દર્દી બન્યા કોરોનામુક્ત


જિલ્લામા નોંધાયેલા ૧૭૧ કેસોની સામે હાલ ૩૪ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર, તા.૧૭ : ભાવનગર જિલ્લામા આજરોજ ૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૭૧ થવા પામી છે. આજરોજ તળાજાના નોકરીયાત સોસાયટી ખાતે રહેતા ૨૪ વર્ષીય દર્શન વનરાજસિંહ સરવૈયા અને ૫૮ વર્ષીય કૈલાસબા વનરાજસિંહ સરવૈયા તેમજ મહુવા ખાતે રહેતા ૧૮ વર્ષીય તસ્લિમબેન માજિદભાઈ મોરાખ અને ભાવનગર શહેરના દાણાપીઠ ખાતે મજુરી કરતા ૩૫ વર્ષીય આનંદ સરોજનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર્શન વનરાજસિંહ સરવૈયા અને કૈલાસબા વનરાજસિંહ સરવૈયાના ઘરે રાજકોટથી ડો.જીગર જાડેજા આવેલ. ગત તા.૧૪-૬-૨૦૨૦ના રોજ રાજકોટ ખાતે ડો.જીગર જાડેજાનો રીપોર્ટ પોઝીટીવ આવતા આ બન્ને દર્દી તળાજા અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધા બાદ તેમનો સેમ્પલ લેતા રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જ્યારે તસ્લિમબેન એ અગાઉ પોઝીટીવ આવેલ દર્દી માજીદભાઈના પુત્રી છે.

આજરોજ એક કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૮ જુનના રોજ નિર્ભય સોસાયટી, ચિત્રા ખાતે રહેતા ૩૦ વર્ષીય સિધ્ધરાજસિંહ દિલીપસિંહ સરવૈયાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.

ત્યારબાદ ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૭૧ કેસ પૈકી હાલ ૩૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧૨૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૩ દર્દીઓનુ અવસાન થયેલ છે.

gf

Translate »
%d bloggers like this: