આગામી 1 થી ૩ એપ્રીલ દરમ્યાન બોટાદ જીલ્લાના તમામ NFSA લાભાર્થીઓને અનાજ સહીતની ચીજ વસ્તુઓનો જથ્થો ફુડ બાસ્કેટ તરીકે વિના મુલ્યે આપવામા આવશે બોટાદ જિલ્લામાં શરૂ થયો ઓનલાઇન મોલ શ્રી માર્ટ નામની ઓનલાઇન સુવિધા બોટાદ શહેરમાં ઘરે બેઠા પુરી પાડશે દરેક જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ. 

બોટાદ બ્રેકિંગ ન્યુઝ

આગામી 1 થી ૩ એપ્રીલ દરમ્યાન બોટાદ જીલ્લાના તમામ NFSA લાભાર્થીઓને અનાજ સહીતની ચીજ વસ્તુઓનો જથ્થો ફુડ બાસ્કેટ તરીકે વિના મુલ્યે આપવામા આવશે બોટાદ જિલ્લામાં શરૂ થયો ઓનલાઇન મોલ શ્રી માર્ટ નામની ઓનલાઇન સુવિધા બોટાદ શહેરમાં ઘરે બેઠા પુરી પાડશે દરેક જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ. 

• બોટાદ જિલ્લામા આજની તારીખે એક ૫ણ કોરોના પોઝીટીવ કેસ નોંઘાયેલ નથી.
• બોટાદ જિલ્લામાં આજ દીન સુધી કુલ-૧૧ વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા કોરોનાના રીપોર્ટ માટે સર તખ્ત સિંહજી હોસ્પીટલ ખાતે દાખલ કરી સેમ્પલ લેવામાં આવેલ હતા જે પૈકી ૧૦ ના રીપોર્ટ નેગેટીવ આવેલ છે તેમજ એકનું ૧ પરીણામ બાકી છે.
• બોટાદ જિલ્લામાં વિદેશથી આજ દીન સુધી આવેલ કુલ ૮૭ પ્રવાસીઓ માંથી ૫૪ પ્રવાસીઓએ કોરોન્ટાઈન સમય ગાળો પુર્ણ કરેલ છે. હાલ ૩૩ વ્યક્તિઓ કોરોન્ટાઈનમાં છે.
• બોટાદ જિલ્લામાં કુલ-૧૯૫ વ્યક્તિને સરકારી કોરોન્ટાઈનમાં રાખી શકાય તેવી વ્યવસ્થા છે. જેમાં હાલમાં અન્ય રાજ્યો તથા હોમ કોરોન્ટાઈનનો ભંગ કરેલ હોય તેવા ૭૫ વ્યક્તિઓને રાખવામાં આવેલ છે.
• જિલ્લામાં કોરોના મહામારીના પગલે નિયમોનો ઉલ્લંધન કરનાર શખ્સો પર તંત્રની તવાઇ. કલમ ૧૮૮ તળે ૧૧૨ જી.પી. એકટ હેઠળ ૦૫, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ૦૫ તથા એપેડમીક ડિઝીઝ એકટ હેઠળ ૦૫ એમ મળીને આજદીન સુધીમા કુલ ૧૨૭ કેસો નોંધાયા છે તથા સોશીયલ મિડીયા દ્રારા ખોટી અફવા ફેલાવવા બદલ ઢસા પોલીસ સ્ટેશનમાં ૧ ફરીયાદ નોધાયેલ છે.
• બોટાદ જિલ્લામાં કુલ ૨૪૩ લોકો જેલ હવાલે. છેલ્લા ૨૪ કલાકમા ૩૬ લોકાને કરાયા જેલ હવાલે કરાયા.
• આગામી 1 થી ૩ એપ્રીલ દરમ્યાન બોટાદ જીલ્લાના તમામ NFSA લાભાર્થીઓને અનાજ સહીતની ચીજ વસ્તુઓનો જથ્થો ફુડ બાસ્કેટ તરીકે વીના મુલ્યે આપવામા આવશે.
• એક સાથે ભીડ ન થાય એટલા માટે સવાર ૮ થી સાંજ ૭ સુધી ખુલ્લી રહેશે સસ્તા અનાજની દુકાનો. સોસીયલ ડીસ્ટંસીંગ માટે દરેક દુકાને બનાવાયા સ્ટેન્ડીંગ બોક્ષ.
• કવોરનટાઇન હેઠળના પરીવારનો જથ્થો તેમના ઘર સુધી પહોચાડવમાં આવશે તેથી તેઓને ઘેરથી બહાર ન નિકળવવા વિનંતી કરવામાં આવે છે.
• દરેક ગામમાં ૪ સભ્યોની કમીટી વીતરણ વ્યવસ્થા પર નજર રાખશે. આ સભ્યોની ટીમમાં સરપંચ, તલાટી, જી.આર.ડી જવાન તથા એક શિક્ષક રહશે. વિતરણના સમયે આ ટીમે રેશનકાર્ડ દીઠ એક ફોટોગ્રાફ્સ પણ આધાર તરીકે રાખશે.
• આ અનાજ NFSA તથા અત્યોદય કાર્ડ ધરાવતા ગ્રાહકોને આપવામા આવશે.
• અનાજ લેવા માટે ઘરદીઠ માત્ર ૧ વ્યકિતએ આવવાનું રહેશે તથા રેશનકાર્ડની સાથે આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ લાવવાનું રહેશે.
• ગઢડા તાલુકામાં શરદી, ઉધરસ તથા તાવના કેસો કયા ગામો કે વિસ્તારમાંથી વધારે પ્રમાણમાં મળી રહયા છે તે માહીતી મળી રહે તે માટે મામલતદાર અને ટીમ દવારા દ્વારા સ્થાનિક તબીબોની લેવાઇ રહી છે મુલાકાત. ચોકકસ તારણ બાદ તે વિસ્તારોમાં સ્વાસ્થ્ય ચકાસણી સઘન બનાવાશે.
• બોટાદ જિલ્લામાં દુધ વિતરણ અંગેના પાસ તથા પશુઆહાર હેરફેરની આતંર જિલ્લા તથા જિલ્લા બહારની પરમીટો મળી રહેશે ઓન લાઇન. આ માટે અરજદારે કોઇ કચેરીએ રુબરુ જવાનુ રહેશે નહી. માત્ર QR કોડ સ્કેન કરીને મેળવી શકાશે માહીતી તંત્ર દ્રારા તમામ પરમીટો માટે અત્યાઆધુનિક ઓનલાઈન સુવિધા કરવામાં આવેલ છે.
• બોટાદ જિલ્લામાં ઘરે ઘરે દુધ વિતરણ વ્યવસ્થાને સાંપડયો ખુબ સારો પ્રતિસાદ જિલ્લામાં કુલ ૮૦૨ દુધ વિક્રેતાઓ દ્વારા અંદાજીત ૮૦ હજાર લીટર કરતા વધારે દુધનુ કરાયુ વીતરણ.
• બોટાદ શહેર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ભોજન સામગ્રી તેમજ આવશ્યક વસ્તુઓ ના વિતરણ માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે કોઈપણ સંસ્થાઓને વાહન ની જરૂરિયાત હોય તેઓએ વિશાલ ચૌહાણ (સર્વેયર ખનીજ વિભાગ) મોબાઇલ નંબર +91 82004 50828 પર સંપર્ક કરવાથી ઉપલબ્ઘ કરાવાશે વાહન.
• બોટાદ જિલ્લામાં આવેલ કુલ ૭ શેલ્ટર હાઉસમાં ૬૩૦ લાકોને આશ્રય આપી શકાય તેમ છે. જેમા હાલ કુલ ૩૭૪ લોકોને આશ્રય આપવામાં અવોલ છે. આ તમામ લોકોને રહેવા જમવાની તમામ વ્યવસ્થા સ્થાનીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ છે.
• બરવાળા નગર પાલીકા દ્વારા બારવાળા શહેરની મુખ્ય બજારો તથા બરવાળા તાલુકાના મુસાફરો માટેના તમામ શેલ્ટર હાઉસને હાઈપોકલોરાઇટ સોલ્યુશન થી સેનેટાઇઝ કરવામાં આવ્યા.
• ડોર ટુ ડોર ડિલવરી સિસ્ટમની શરૂઆતથી જ લોકો દ્વારા ઉત્તમ પ્રતિસાદ સાંપડ્યો. લોકોએ બોટાદ શહેરમાં ૪૦૫ ઓર્ડર, ગઢડામાં ૧૫૩, રાણપુરમાં ૧૬૭ તથા બરવાળામાં ૮૫ ઓર્ડર થયા હતા. આ તમામ ઓર્ડર મુજબની ચીજ-વસ્તુઓ ગ્રાહકોને વેપારીઓએ ઘરે પહોંચાડી આપી હતી. આજના દિવસે બોટાદ જિલ્લામાં કુલ ૮૧૦ કુટુબો દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા છે.
• બોટાદ જિલ્લામાં શરૂ થયો ઓનલાઇન મોલ શ્રી માર્ટ નામની ઓનલાઇન સુવિધા બોટાદ શહેરમાં ઘરે બેઠા પુરી પાડશે દરેક જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ. ગુગલ પ્લેસ્ટોરમાંથી શ્રી માર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી કુલ ૫૪ કુટુબોએ સુવિધાઓનો ઉપયોગ કરેલ છે.
• જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બોટાદ શહેરના લોકોને ઘર બેઠા નજીકનાં કરિયાણા/પ્રોવિઝન સ્ટોર માંથી જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવી શકે તે સારૂ “આંગણ” નામની એપ્લીકેશન લોંચ કરવામાં આવેલ છે. આ એપ. બહુ જ સરળ છે. જેની અંદર દરેક વિસ્તારનાં નજીકનાં કરિયાણાનાં વેપારી, શાકભાજીનાં વેપારી, ફળફળાદી તથા દવા વિક્રેતાઓની વિગતો જાણી શકાશે તેઓ પાસે આવશ્યક ચીજ વસ્તુઓનાં ઓર્ડરો આપી શકશે અને તેની જાણ જે તે વિક્રેતાને SMS થી થશે તેમાંથી ઉપલબ્ધ વસ્તુઓની ડીલીવરી પાકા બીલ સાથે વિક્રેતા મારફતે તંત્ર દ્વારા નિયત કરેલા સમય મુજબ મળી રહેશે. જેથી બોટાદ શહેરના તમામ લોકોને એપ્લીકેશનનો મહતમ લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
• મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં બોટાદ જિલ્લા કલેકટર દ્વારા સેવાભાવી સંસ્થા, એસોશિએશન માફરતે વધુમાં વધુ દાન કરવા દાતાઓને અપીલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રૂ.૧૯૭૪૭૬૬/- દાન મળેલ છે. જેમાં બોટાદ માર્કેટીંગ યાર્ડ તરફથી રૂ.,૧૧,૦૦,૦૦૦/-નું દાન શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદ તરફથી રૂ.૫,૦૦,૦૦૦/- તથા શ્રી યોગેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા, નાગનેશ તરફથી રૂ.,૧,૦૧,૦૦૦/-નું દાન મળેલ છે. શ્રી રણજીતભાઇ વાળા,બોટાદ(એ વર્લ્ડ સીનેમા) રૂ.૧,૨૫,૧૧૧/-નું દાન મળેલ છે.
• બોટાદ જિલ્લામાં અગાઉ જાહેર કર્યા મુજબ આવતી કાલે (બુધવારે) માત્ર બોટાદ શહેરમાં જ શાક માર્કેટ, કરીયાણાની દુકાનો બંધ રહેશે તેથી દવા સિવાયની તમામ ચીજ વસ્તુઓ માટે બોટાદ શહેરના લોકો એ ફક્ત ઘેર બેઠા ઓર્ડરથી જ મેળવવાની રહેશે.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા 

Translate »
%d bloggers like this: