બોટાદ જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તાના અઘ્યક્ષસ્થાને પ્રેસકોન્ફરન્સ યોજાઈ વહીવટીતંત્રએ બોટાદ જિલ્લાના તમામ ગામોમાં પબ્લીક એનાઉન્સિંગ સિસ્ટમથી પ્રચાર કર્યો લોકોને કોરોના અંગે સાવચેતી રાખવ અને કાયદો-વ્યવસ્થામાં સહકાર આપવા કરાઈ અપીલ.

બોટાદ જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તાના અઘ્યક્ષસ્થાને પ્રેસકોન્ફરન્સ યોજાઈ વહીવટીતંત્રએ બોટાદ જિલ્લાના તમામ ગામોમાં પબ્લીક એનાઉન્સિંગ સિસ્ટમથી પ્રચાર કર્યો લોકોને કોરોના અંગે સાવચેતી રાખવ અને કાયદો-વ્યવસ્થામાં સહકાર આપવા કરાઈ અપીલ.


– બરવાળા તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયતોએ લગાવ્યા બેરિકેડ
– શેલ્ટર હાઉસમાં 357 લોકોને આશ્રય અપાયો.
– જિલ્લામાં ઘાસચારાની પૂરતી વ્યવસ્થા

• બોટાદ જિલ્લામા આજની તારીખે એક ૫ણ કોરોના પોઝીટીવ કેસ નોંઘાયેલ નથી.
• બોટાદ જિલ્લામા મહામારીના પગલે બોટાદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બોટાદ જિલ્લાના તમામ સરપંચોને પત્ર લખી અપીલ કરાઇ.
• જિલ્લાના વિવિધ ગામોમા કવોરન્ટાઇન કરેલા લોકો બહારન નીકળે તે સુનિશ્ર્ચિત કરવા,ગામમા સોસીયલ ડિસ્ટન્સીંગ જળવાઇ તે માટે પુરતા પ્રયત્નો કરવા કરાઇ આપીલ.
• જિલ્લામાં કોરોના મહામારીના પગલે નિયમોનો ઉલ્લંધન કરનાર શખ્સો પર તંત્રની તવાઇ. કલમ ૧૮૮તળે ૧૦૨ જી.પી. એકટ હેઠળ ૦૫, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ૦૫ તથા એપેડમીક ડિઝીઝ એકટ હેઠળ ૦૫ એમ મળીને આજદીન સુધીમા કુલ ૧૧૭ કેસો નોંધાયા.
• બોટાદ જિલ્લામાં કુલ ૨૦૭ લોકો જેલ હવાલે. છેલ્લા ૨૪ કલાકમા ૩૯ લોકાને કરાયા જેલ હવાલે.
• આ કામ માટે સ્થાનીક આંગણવાડી વર્કર, એમ.ડી.એમ સંચાલક તથા શિક્ષકોની મેળવી શકાશે મદદ.
• જિલ્લા ઉધોગ કેન્દ્ર દવારા જિલ્લામાં ચાલતા વિવિધ ઔધોગીક એકમોને તેમના હસ્તકના કારીગરો/મજુરો તથા પગારદારોને એક અઠવાડીયાનો રજા પગાર આપવા તથા તેમને તેમના યુનીટમાં જ રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવા તથા તેમને કોઇ પણ સંજોગોમા મુસાફરી અર્થે બહાર ન નીકળવા દેવા કરાઇ તાકીદ . આમ નહી કરનાર વિરુદ્ધ સામે કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી.
• બોટાદ જિલ્લમાં આવેલ કુલ ૭ શેલ્ટર હાઉસમાં ૬૩૦ લાકોને આશ્રય આપી શકાય તેમ છે. જેમા હાલ કુલ ૩૫૭ લોકોને આશ્રય આપવામાં આવેલ છે. આ તમામ લોકોને રહેવા જમવાની તમામ વ્યવસ્થા સ્થાનીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ છે તથા રોજીદ ખાતેનાં શેલ્ટર હાઉસના આશ્રીતોને ચેપ લાગુ ન પડે તે સારૂ સેનીટેશન કરવામાં આવેલ છે.
• બોટાદ જિલ્લામા પ્રતીદિન અંદાજીત ૨૦૦૦ લોકોને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દવારા જિલ્લા તંત્ર પ્રેરીત “હયુમનીટી ચેઇન અગેઇન્ટ કોરોના” કમ્પઇન અંતર્ગત ભોજન કરાવવામાં આવી રહયુ છે.
• ગઢડા તાલુકાના ઉગામેડી ગામે આઇશર વાહનમાં સુરતથી મુસાફરોની હેરાફેરી કરનાર શખ્સ ઝડપાયો. આઇશરમા ૫૦ જેટલા લોકોને બેસાડી સુરતથી લાવ્યો હતો .
• તમામ મુસાફરો હતા ૨ દિવસથી ભુખ્યા ગઢડા પોલીસ દ્વારા તમામને જમાડી તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ.
• બોટાદ જિલ્લાના તમામ ગામોમાં પબ્લીક એનાઉન્સીગ સીસ્ટમ મારફત કરવામાં આવ્યો પ્રચાર કોરોના મહામારી સંદર્ભે સાવચેતી રાખવા તથા કાયદો વ્યવસ્થામાં સહકાર આપવા કરાઇ અપીલ
• બોટાદ શહેરના બરવાળા તાલુકાના તમામ ગામોમાં ગ્રામપંચાયત દ્વારા લગાવાયા બેરીકેટ. લોકોની અવર જવર પર રાખવામાં આવશે નજર
• બોટાદ જિલ્લામાં ઘરે ઘરે દુધ વિતરણ વ્યવસ્થાને સાંપડયો ખુબ સારો પ્રતિસાદ જિલ્લામાં કુલ ૬૯૪ દુધ વિક્રેતાઓ દ્વારા અંદાજીત ૮૦ હજાર લીટર દુધનુ કરાયુ વિતરણ .
• ડોર ટુ ડોર ડિલવરી સિસ્ટમની શરૂઆતથી જ લોકો દ્વારા ઉત્તમ પ્રતિસાદ સાંપડ્યો. લોકોએ બોટાદ શહેરમાં ૧૯૨ ઓર્ડર, ગઢડામાં ૧૩૫, રાણપુરમાં ૧૪૫ તથા બરવાળામાં ૧૦૮ ઓર્ડર થયા હતા. આ તમામ ઓર્ડર મુજબની ચીજ-વસ્તુઓ ગ્રાહકોને વેપારીઓએ ઘરે પહોંચાડી આપી હતી.
• બોટાદ જિલ્લામાં શરૂ થયો ઓનલાઇન મોલ શ્રી માર્ટ નામની ઓનલાઇન સુવિધા બોટાદ શહેરમાં ઘરે બેઠા પુરી પાડશે દરેક જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ. ગુગલ પ્લેસ્ટોરમાંથી શ્રી માર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી કુલ ૬૮ કુટુંબોએ સુવિધાઓનો ઉપયોગ કરેલ છે.
• જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લોકોને ઘર બેઠા જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવી શકે તે સારૂ નજીકનાં કરિયાણા/પ્રોવિઝન સ્ટોરનાં આંગણ નામની એપ્લીકેશન લોંચ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન આવતી કાલથી ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે.આ એપ. બહુ જ સરળ છે. જેની અંદર તમારા વિસ્તારનાં નજીકનાં કરિયાણાનાં વેપારી, શાકભાજીનાં વેપારી, ફળફળાદીનાં વિક્રેતાઓની વિગતો જાણી શકાશે તેઓ પાસેથી આવશ્યક ચીજ વસ્તુઓનાં ઓર્ડરો આપી શકશે અને તેની જાણ જે તે વિક્રેતાને SMS થી થશે. તેમાંથી ઉપલબ્ધ વસ્તુઓની ડીલીવરી પાકા બીલ સાથે વિક્રેતા મારફતે તંત્ર દ્વારા નિયત કરેલા સમય મુજબ મળી રહેશે.
• જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વેપારી દ્વારા ચીજ વસ્તુઓનાં ભાવ વધુ લેવામાં ન આવે તે બાબતે પુરતી તકેદારી રાખવામાં આવેલ છે. જે બાબતે ૧ ફરિયાદ મળતા તેની વિગતે ૧-સેનેટાઇઝર (૧૦૦ ML)નાં ભાવ સુધારી રૂ.૫૦ કરેલ જે બાબતે હકીકતલક્ષી તપાસ કરતા દુકાનદાર દ્વારા જ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ૧૦૦-ML સેનેટાઇઝરનાં ભાવ રૂ.૫૦ ઠરાવેલ હોવાને કારણે દુકાનદાર દ્વારા ૧૦૦-ML સેનેટાઇઝરનાં ભાવ ઘટાડી રૂ.૫૦ કરવા સુધારો કરેલ છે.
• જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પશુપાલકોને ઘાસચારો મેળવવામાં અગવડ ના પડે તે સારૂ ખડપીઠની મુલાકાત લેવામાં આવેલ જયાં વેપારી સાથે થયેલ ચર્ચા મુજબ લીલા તથા સુકા ઘાસની કોઇ અછત જણાતી નથી તેમજ ઘાસચારાની આવક કોઇ પણ મુશ્કેલી વગર થઇ રહી છે. જિલ્લાની તમામ ખડપીઠો ચાલુ છે.
• બરવાળા તાલુકા વાઢેળા ગામે તાલુકા વિકાસ અધિકારીશ્રીની મુલાકાત દરમ્યાન પ્રસુતા બહેનને પ્રસુતીની પીડા ઉપડતા હાજર સ્ટાફ દવારા ૧૦૪ હેલ્પલાઇનનો સંપર્ક કરી વાહની વ્યવસ્થા સાથે બરવાળા સી.એસ.સી. ખાતે ખસેડાયા .
• બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મહારાષ્ટ્રથી પરત ફરેલા યુવાને સામે ચાલીને કરી કંટ્રોલ રૂમને જાણ. પોતાને હોમ કવોરનટાઇન કરવા કરી તંત્રને વિનંતી.
• બોટાદ જિલ્લાના વિવિધ સહાયના લાભાર્થીઓને એપ્રીલ માસનુ ચુકવણુ એડવાન્સમાં કરવામાં આવ્યું.
• નીરાધાર વૃદ્ધ સહાયના કુલ ૭૭૫ લાભાર્થીઓને ૧૨.૩૦ લાખ
• ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના ૫૮૩૪ લાભાર્થીઓને ૮૯.૭૩ લાખ
• સંત સુરદાસ યોજનાના ૨૭૬ લાભાર્થીઓને ૩.૩૧ લાખ
• ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના ૧૧૯ લાભાર્થી ઓ ને ૧.૪૨૮ લાખ એડવાન્સ ચુકવાયા
• આ સીવાય નિરાધાર વિધવા સહાય ના લાભાર્થીઓને પણ આવતી કાલ સુધીમા એડવાન્સ પેન્શન ચુકવી આપવામાં આવશે.
• બોટાદ જિલ્લામા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી લોકોની હીલચાલ પર રખાશે નજર.
• મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાં બોટાદ જિલ્લા કલેકટર દ્વારા સેવાભાવી સંસ્થા, એસોશિએશન માફરતે વધુમાં વધુ દાન કરવા દાતાઓને અપીલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રૂ.૮,૭૪,૭૬૬/- દાન મળેલ છે. જેમાં શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદ તરફથી રૂ.૫,૦૦,૦૦૦/- , શ્રી યોગેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા, નાગનેશ તરફથી રૂ.,૧,૦૧,૦૦૦/-નું દાન મળેલ છે. શ્રી રણજીતભાઇ વાળા, બોટાદ(એ વર્લ્ડ સીનેમા) રૂ.૧,૨૫,૧૧૧/-નું દાન મળેલ છે.

રિપોર્ટર. ઉમેશ  ગોરાહવા 

Translate »
%d bloggers like this: