બોટાદ જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોના મુસાફરોના આરોગ્યનું સઘન ચેકિંગ આજ દિન સુધીમાં કુલ ૭,૮૬૮ વાહનોના ૩૨,૩૨૭ મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

બોટાદ જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોના મુસાફરોના આરોગ્યનું સઘન ચેકિંગ આજ દિન સુધીમાં કુલ ૭,૮૬૮ વાહનોના ૩૨,૩૨૭ મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

બોટાદ જિલ્લામાં આજ દિન સુધી કોરોનાનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી, જિલ્લામાં કોરોનાથી નાગરિકોને રક્ષિત કરવા જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોના મુસાફરોના આરોગ્યનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે, જેમાં તા.૩૦ મે સુધી ચેક પોસ્ટ ખાતે ૫૮ વાહનોના ૨૧૮ મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ છે જે આજ દિન સુધીમાં કુલ ૭,૮૬૮ વાહનોના ૩૨,૩૨૭ મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે, જિલ્લામાં કુલ આજ દિન સુધી ૨૯૯૯૩ વ્યકિતઓને ગાઈડલાઈન અનુસાર હોમ કોરેન્ટાઈન્ડ કરવામાં આવેલ છે. ૮૮ વ્યકિતઓને ગાઈડલાઈન અનુસાર ફેસીલીટી કોરેન્ટાઈન્ડ તેમજ ૨૯૫૩૧ વ્યકિતઓને ગાઈડલાઈન અનુસાર હોમ કોરેન્ટાઈન્ડ કરવામાં આવેલ છે. હાઉસ ટુ હાઉસ સર્વે અંતર્ગત આજ ૨૨,૬૫૦ ઘરના કુલ ૧,૦૧,૬૯૦ વ્યકિતઓનો સર્વે કરવામાં આવ્યો જે આજ દિન સુધી કુલ ૧,૫૧,૭૧૪ ઘરના કુલ ૭,૩૭,૯૨૪ વ્યકિતઓનો સર્વે કરેલ છે આ ઉપરાંત જાહેર જગ્યા, રોડ – રસ્તા ઉપર થૂંકવા બદલ કુલ ૧૧૦ કિસ્સામાં આજ સુધી ૨૭,૭૮૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવેલ છે તેમ બોટાદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા 

Translate »
%d bloggers like this: