બોટાદના જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તા સાહેબના અઘ્યક્ષ સ્થાને તા. ૨૯/૩/૨૦૨૦ ના રોજ પ્રેસકોન્ફરન્સની યોજાઇ હવે, લોકડાઉન દરમિયાન બોટાદ શહેરમાં દવા સિવાયની દુકાનો બંધ રહેશે. 

બોટાદના જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તા સાહેબના અઘ્યક્ષ સ્થાને તા. ૨૯/૩/૨૦૨૦ ના રોજ પ્રેસકોન્ફરન્સની યોજાઇ હવે, લોકડાઉન દરમિયાન બોટાદ શહેરમાં દવા સિવાયની દુકાનો બંધ રહેશે. 

• બોટાદ જિલ્લામાઆજની તારીખે એક ૫ણ કોરોના પોઝીટીવ કેસ નોંઘાયેલનથી.
• સમગ્ર બોટાદ જિલ્લામાં આજ રોજ રવિવાર હોય સવારના ૭ વાગ્યા થી કરીયાણા તથા શાકમાર્કેટ ખુલ્લા રહયા.

આજ કરીયાણાના વેપારીઓ/શાકભાજી વેચનારોઓની મૌખીક અને અમુક લેખીત રજુઆતોના આધારે તેઓને પડતી મુશ્કેલી તથા સંક્રમણની ભીતી રહેતી હોય વ્યવસ્થા જાળવવામા મુશ્કેલી સર્જાતા કલેકટરશ્રી દવારા જારી કરાયા આદેશો.

હવે દવા સીવાયની તમામ દુકાનો સમગ્ર લોકડાઉનના સમયગાળા દરમ્યાન રહેશે સદંતર બંધ.(માત્ર શહેરી વિસ્તારમાજ) બોટાદ જીલ્લાના અન્ય તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમા બુધવાર તથા રવીવાર ચાલુ રહેશે.

• જીવન જરુરીયાતની તમામ ચીજ વસ્તુઓ ઘરેબેઠા મેળવી શકવા માટેની વ્યવસ્થા સુચારુ રુપે વ્યવસ્થા ગોઠવાયેલ હોય લોકોને તમામ આવશ્યક ચીજ વસ્તુઓ ઘરે બેઠા મેળવી શકાશે. જેથી લોકોને બિનજરુરી બહાર નીકળવુ નહીં પડે.

 જિલ્લામાં કોરોના મહામારીના પગલે નિયમોનો ઉલ્લંધન કરનાર શખ્સો પર તંત્રની તવાઇ. કલમ ૧૮૮ તળે ૯૪ જી.પી. એકટ હેઠળ ૦૫, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ૦૪ તથા એપેડમીક ડિઝીઝ એકટ હેઠળ ૨ એમ મળીને આજદીન સુધીમા કુલ ૧૦૫ કેસો નોંધાયા.
• બોટાદ જિલ્લામાં કુલ ૧૬૮ લોકો જેલ હવાલે. છેલ્લા ૨૪ કલાકમા ૧૯ લોકાને કરાયા જેલ હવાલે.
• ગઢડાના ઢસા ગામે સોશિયલ મીડીયામા કો’રોનાને લઇ ખોટી અફવા ફેલાવનાર શખ્સ વિરુધ્ધ ગુનો દાખલ કરાયો.
• કવોરન્ટાઇન હેઠળ રહેલા લોકોની સામાજીક હેરફેર સદંતર અટકાવવા કલેકટરશ્રી એ સમગ્ર જીલ્લામાં દોડાવી ટીમો. કવોરનટાઇન ભંગ કોઇપણ સંજોગોમાં સાંખી નહી લેવા તથા કવોરનટાઇન હેઠળ રહેલા લોકો બહાર હરતા ફરતા જણાયતો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને સુચના
• કવોરનટાઇન હેઠળ રહેલા વ્યકિતઓની દેખરેખ માટે ગ્રામ્ય કક્ષા સુધી બનાવાઇ ટીમો. જે આ ટીમો આવા વ્યકિતઓ પર રાખશે ચાપતી નજર.
• આજથી બોટાદ જિલ્લાની સરહદો કરાઇ સંપુર્ણ સીલ. હવે પછીથી પરવાનગી સિવાયના કોઇપણને જિલ્લાની અંદર કે બહાર હેરફેર કરવા દેવામાં આવશે નહી.જિલ્લાની કુલ ૯ ચેક પોસ્ટને અપાઇ કડક સૂચના
• બોટાદ જિલ્લાના તમામ ગમોના મુખ્ય પ્રવેશદ્વાર સિવાયના બહાર જવા આવવાના રસ્તા પર બેરીકેડ મુકી સામાજીક સહકારથી વ્યવ્સ્થા કરવા અપીલ્ કરવામા આવે છે.આડાશથી ખેતીવિષયક પ્રવ્રુતીઓને અગવડ ન પડે તે રીતે કામ કરવાનુ રહેશે.
• ખેતી વિષયક બીયારણ તથા ખાતર તથા જંતુનાશક દવાની દુકાનો બુધવાર તથા રવિવારે જાહેરનામાનો ભંગ ન થાય તે મુજબ ચાલુ રાખવાની રહેશે
• બોટાદ પોલીસ દવારા નવતર પ્રયોગ . શાકભાજીની ફેરી કરી નીયત સમયમા શાકભાજી પહોચાડતા ફેરીયાઓને મીઠાઇ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા .
• બોટાદ જિલ્લામાં આવેલ કુલ ૭ શેલ્ટર હાઉસમાં ૬૩૦ લાકોને આશ્રય આપી શકાય તેમ છે. જેમા હાદ કુલ ૯૨ લોકોને આશ્રય આપવામાં અવોલ છે. આ તમામ લોકોને રહેવા જમવાની તમામ વ્યવસ્થા સ્થાનીક સેવાભાવી સંસ્થાઓ દવારા કરવામાં આવેલ છે.
• ગઇકાલ તા.૨૮/૩/૨૦૨૦ ના રોજ બોટાદ જિલ્લાના વિવિધ શેલ્ટર હોમમા રહેલા ૨૪૫ જેટલા આશ્રિતોને તંત્ર દ્વારા વાહનની વ્યવસ્થા કરી વતનમાં રાજસ્થાનના મધ્યપ્રદેશ રાજયમા તથા દાહોદ સુરત ગીર સોમનાથ ગોધરા જીલ્લામા પરત મોકલવામાં આવ્યા .
• બોટાદ જિલ્લામા પ્રતીદિન અદાજીત ૨૦૦૦ લોકોને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દવારા જિલ્લા તંત્ર પ્રેરીત “હયુમનીટી ચેઇન અગેઇન્ટ કોરોના” કમ્પઇન અંતર્ગત ભોજન કરાવવામાં આવી રહયુ છે.
• બોટાદ જિલ્લામાં ઘરે ઘરે દુધ વિતરણ વ્યવસ્થાને સાંપડયો ખુબ સારો પ્રતિસાદ જિલ્લામાં કુલ ૫૩૪ દુધ વિક્રેતાઓ દવારા ૭૮ હજાર લીટર દુધનુ કરાયુ વીતરણ .
• લોકડાઉન દરમ્યાન નાગરીકોને જીવન જરુરીયાતની આવશ્યક ચીજ વસ્તુઓ, રાશન શાકભાજી દુધ, દવા સારવાર વગેરે મેળવવામાં મુશ્કેલી જણાયતો જિલ્લા કંટ્રોલરુમ નં. ૦૨૮૪૯-૨૭૧૩૪૦, ૨૭૧૩૪૧ અથવા ૮૧૬૦૫૬૮૬૮૭૫, ૮૧૪૦૯૯૩૧૬૭. અથવા ટોલ ફ્રી ૧૦૭૭પર સંપર્ક કરવા કલેકટરશ્રીની અપીલ
• ડોર ટુ ડોર ડિલવરી સિસ્ટમની શરૂઆતથી જ લોકો દ્વારા ઉત્તમ પ્રતિસાદ સાંપડ્યો. લોકોએ બોટાદ શહેરમાં ૮૦ ઓર્ડર, ગઢડામાં ૫૯, રાણપુરમાં ૧૫૪ તથા બરવાળામાં ૯૭ ઓર્ડર થયા હતા. આ તમામ ઓર્ડર મુજબની ચીજ-વસ્તુઓ ગ્રાહકોને વેપારીઓએ ઘરે પહોંચાડી આપી હતી.
• ઘરે બેઠા લોકો જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ મેળવી શકે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ.
• બોટાદ જિલ્લામાં શરૂ થયો ઓનલાઇન મોલ શ્રી માર્ટ નામની ઓનલાઇન સુવિધા બોટાદ શહેરમાં ઘરે બેઠા પુરી પાડશે દરેક જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ. ગુગલ પ્લેસ્ટોરમાંથી શ્રી માર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી કુલ ૩૦૪ કુટુબોએ સુવિધાઓનો ઉપયોગ કરેલ છે.
• બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના દુકાનદારો માટે જથ્થાબંધ માલની ખરીદી માટે તાલુકા લેવલ ની જથ્થાબંધ વેપારીઓના બરવાળા-૭૦૪૬૪૬૮૧૪૬ બોટાદ-૮૮૪૯૫૮૪૧૪૮ રાણપુર-૭૦૪૬૪૬૮૧૪૬ ગઢડા-૭૦૪૬૪૬૦૫૪૬ કોન્ટેક નંબર આપવામાં આવેલ છે જેનો લાભ ૪૦ ગ્રામ્ય દુકાનદારોએ આ વ્યવસ્થાનો લાભ લીધેલ છે. જથ્થાબંધ વેપારીઓએ તેમના માલસામાન અન્ય વેપારીઓને આપતા સમયે લોકડાઉનનુ પાલનકરવાનુ રહેશે
• આજે અહીંના જીલ્લાના માજી સૈનિકોને/NSS ના વોલન્ટીઅર/ પેરા મેડીકલ પ્રેકટીશનરને આ વોલેન્ટરી સેવા માટે જીલ્લામાં ક્રાઉડ મેનેજમેન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ તથા આરોગ્ય વિષયક સેવા આપવા માટે સંપર્ક કરાયો.
• બોટાદ જિલ્લામાં કવોરનટાઇન હેઠળના લોકો માટે શરુ કરાઇ સાઇકોલોજીકલ વેલનેસ હેલ્પલાઇન
• તંત્ર મનોવિજ્ઞાનના કુલ -૧૨ તજજ્ઞો પાસેથી સવાર ના ૯ થી રાત્રીના ૯ સુધી મેળવી શકાશે માનસીક તાણ હળવો કરવા અંગેની ટીપ્સ.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા 

Translate »
%d bloggers like this: