n COVID19 કોરોના વાયરસને લીધે જાહેર કરવામાં આવેલ લોકડાઉનમાં બોટાદ એસ.ઓ.જી. એ માનવતા બતાવી બાળકનો જીવ બચાવ્યો.

 

બોટાદ બ્રેકિંગ ન્યુઝ

n COVID19 કોરોના વાયરસને લીધે જાહેર કરવામાં આવેલ લોકડાઉનમાં બોટાદ એસ.ઓ.જી. એ માનવતા બતાવી બાળકનો જીવ બચાવ્યો.

ભાવનગર રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક *શ્રી અશોક કુમાર સાહેબ* તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક *શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓ* દ્વારા કોરોના વાયરસનાં કારણે સમગ્ર ભારતવર્ષમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે પ્રજાલક્ષી કામગીરી કરી નાગરિકોને કોઈ મુશ્કેલી ના પડે એ રીતે કામગીરી કરવાં સુચના કરવામાં આવેલ છે. જે ધ્યાનમાં રાખી આજ રોજ તા.29/03/2020 ના રોજ *બોટાદ એસ.ઓ.જી. પી.આઈ.શ્રી એચ.આર.ગોસ્વામી તથા એસ.ઓ.જી. સ્ટાફનાં ભગીરથભાઈ જોરૂભાઈ, ભાર્ગવભાઈ કાળીદાસભાઈ તથા ડ્રાઈવર રાઘવભાઈ કરશનભાઈ* નાઈટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતાં જે દરમ્યાન ફરતાં ફરતાં રાત્રિના એક વાગ્યે બોટાદ પાળીયાદ રોડ, ગોકુલ મેડીકલ પાસે એક સ્વીફ્ટ ડીઝાઈર કાર ઊભેલી હતી જેને પુછપરછ કરતાં તેમાં બેઠેલ યાત્રિકો એ પોતાની આપવિતી જણાવેલ કે, તેઓ જેને સારવાર માટે લઈ આવેલ છે એ અઢી વર્ષના નાના બાળક નંદ S/o રણજીતભાઈ ગભરૂભાઈ ડેર, રહે. ગઢાળા, તા. વિંછીયા, જી. રાજકોટવાળાને સાંજનાં સમયે રમતાં રમતાં ચણાનો દાણો નાકમાં ફસાઈ ગયેલ છે અને સાંજનો રડે છે પહેલાં આંબરડી, તા. જશદણ ખાતે સારવાર માટે લઈ ગયેલ જયાંથી જશદણ લઈ જવાં જણાવતાં જશદણ લઈ ગયેલ ત્યાં પણ નાકમાંથી ચણાનો દાણો નહીં નીકળતાં તાત્કાલિક બોટાદ લઈ જવાનું જણાવેલ મોડી રાત્રે બોટાદ લઈ આવેલ પરંતુ અજાણ્યો વિસ્તાર હોવાથી શું કરવું અને કયાં જવું એ મુંઝવણમાં હતાં. નાના બાળક નંદની તકલીફની ગંભીરતા સમજીને પળનો પણ વિલંબ કર્યા વિના તુરંત એસ.ઓ.જી. સ્ટાફે તેઓને સાથે લઈ નજીકમાં જ રહેતાં કાન, નાક,ગળાનાં *ડૉક્ટર શ્રી ડી.એમ.પાલડીયા સાહેબનાઓનાં* રહેઠાણ પર જઈ તેમને જગાડી સમગ્ર વાત કરતાં તેઓએ તાત્કાલીક ચેક કરી શિફતપૂર્વક નાકમાં ફસાઈ ગયેલ ચણાનો દાણો બહાર કાઢી લેતાં તુરંત નાનો બાળક કિલકિલાટ કરવાં લાગ્યો હતો આંમ ડૉક્ટરશ્રી એ પણ અડધી રાતે સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ હતું. સારવાર થઈ જતાં બાળકને લઈને આવેલ તેનાં પરિવારજનોએ *બોટાદ જિલ્લા પોલીસનો ભાવવિભોર થઈને આભાર માનેલ હતો અને પોલીસની આવી સારી કામગીરીની પ્રશંસા કરેલ હતી.*

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા 

Translate »
%d bloggers like this: