બોટાદ જિલ્લા ખાતે ઉર્જામંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાય ગયો

બોટાદ જિલ્લા ખાતે ઉર્જામંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર અને ઍપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાય ગયો.

બોટાદ જિલ્લાના ઉર્જાવાન યુવાનોને ગુજરાત રાજ્યના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે રોજગારીની તકો પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને નગરપાલિકા કચેરી બોટાદના સયુંકત ઉપક્રમે જિલ્લા રોજગાર અને ઍપ્રેન્ટીસશીપ ભરતી મેળો તથા ઍપ્રેન્ટીસશીપ કરારપત્રોનું વિતરણ માન. ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવેલું. જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે માન. સાંસદ ડો.ભારતી બેન શિયાળ ઉપસ્થિત રહ્યા હતા. Green Botad- Clean botad થીમ અંતર્ગત હેઠળ દરેક મહેમાનોનું તુલસીના પવિત્ર છોડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને જિલ્લાના ૭૯૪ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અને ઍપ્રેનટીસશીપ તાલીમ યોજનામાં પસંદી પામેલ ૨૨ યુવાનોને માન. મંત્રીશ્રીના હસ્તે પત્રોની ફાળવણી કરવામાં આવી હતી. અને નોકરીદાતાઓ અને રોજગારવાચ્છુક યુવાનો સાથે માન. મંત્રીશ્રીઓએ વ્યક્તિગત ચર્ચાઓ કરી હતી.

તેમજ આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા અધિક નિવાસી કલેકટરશ્રી લીંબાસિયા સાહેબ, બોટાદ એસપી સાહેબશ્રી હર્ષદ મહેતા , જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત સંડુ, બોટાદ ચીફ ઓફિસરશ્રી માળી સાહેબ, તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ, નગરપાલિકા પ્રમુખશ્રી જેશીંગભાઈ લકુમ, વગેરે પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રોજગાર અધિકારી પી.કે.ત્રિવેદી , બોટાદ આઈટીઆઈ પ્રિન્સિપાલ એમ.એન.શાહ અને સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.

Translate »
%d bloggers like this: