કોરોના સામે સજ્જ બોટાદ ગરીબોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળે તે માટે બોટાદ જિલ્લા વહીવટીતંત્રનું વિશેષ અભિયાન: હ્યુમન ચેઈન અગેઈન્સ્ટ કોરોના અભિયાનમાં જોડાવા સામાજિક,ધાર્મિક,સેવાભાવી સંસ્થાઓને અપીલ.

કોરોના સામે સજ્જ બોટાદ ગરીબોને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળે તે માટે બોટાદ જિલ્લા વહીવટીતંત્રનું વિશેષ અભિયાન: હ્યુમન ચેઈન અગેઈન્સ્ટ કોરોના અભિયાનમાં જોડાવા સામાજિક,ધાર્મિક,સેવાભાવી સંસ્થાઓને અપીલ.

 

કોરોના વાયરસના કારણે ભારતમાં 25 માર્ચ,2020થી કેન્દ્ર સરકારે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. આ સમયે બોટાદ જિલ્લાના ગરીબ કુટુંબોને જીવન જરુરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્રએ“ હ્યુમન ચેઈન અગેઈન્સ્ટકોરોના”(Human Chain Against Corona)ના નામે અભિયાન શરુ કર્યું છે.
આ અભિયાનમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્રએ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, મહાજનો અને સેવાભાવી સંસ્થાઓને અપીલ કરી છે. સાથે જ આ સદકાર્યમાં સહકાર આપતી વેળાએ નીચેની બાબતોનું ધ્યાન રાખવા જણાવ્યું છે.

– સરકારશ્રીના જાહેરનામાને ધ્યાનમાં લેવાના રહેશે.
– મહામારીની ગંભીરતાને લઈને તે અંગેના તમામ સૂચનોનું ચુસ્તપણે અમલ કરવો.
– સહાય વિતરણ દરમિયાન ભીડ ન થાય તેની તકેદારી રાખવી. પૂરતા અંતરેથી વિતરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી.
– શક્ય હોય ત્યાં સુધી સૂકો ખોરાક આપવો, જેથી લાંબો સમય સુધી જળવાઈ રહે.
– ખાદ્ય પદાર્થના વિતરણ અંગેના વાહનોની જરૂરી પરવાનગી વહીવટી તંત્ર પાસેથી મેળવવી

આ કામગીરી માટે બોટાદ જિલ્લા આયોજન અધિકારી શ્રી બી.કે.જોશી સાથે સંકલન કરવું. તેમનો સંપર્કસૂત્ર નીચે મુજબ છે.
મોબાઈલ નંબર- 94271-73154
ઈમેઈલ- dpo.botad@gmail.com

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા 

Translate »
%d bloggers like this: