બોટાદ જિલ્લામાં જીવન જરૂરીયાત વસ્તુ ઘેર બેઠા મળી રહે તે માટે વહિવટી તંત્રનું આયોજન બોટાદના જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તાના અઘ્યક્ષસ્થાને પ્રેસકોન્ફરન્સ યોજાઈ.

 

 

• બોટાદ જિલ્લામા કોરાના મહામારીને ૫હોચી વળવા જિલ્લા વહિવટીતંત્ર સજજ.
• જાહેર વિતરણ વ્યવસ્થા કરાઇ સુનિશ્ચિત.
• દવા, કરીયાણુ, શાકભાજી , દુઘ ઘરેબેઠા ઉ૫લબ્ઘ થશે.
• બોટાદ તથા ગઢડા ખાતે શાક માર્કેટ કે જે ગીચ વિસ્તારમાં આવેલ હોઇ, જાહેર આરોગ્યને ખતરા રૂ૫ હોઇ, તેમને અન્ય સલામત સ્થળે ખસેડી સોશીયલ ડીસ્ટન્સીંગ જળવાય તે હેતુથી બોટાદ ખાતે ઝવેરી જીન મેદાનમાં તેમજ પાળીયાદ રોડ,ગઢડા રોડ અને ભાવનગર રોડ ૫ણ શાકભાજી માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે.તથા ગઢડા ખાતે રીવરફ્રન્ટ ખાતે શાક માર્કેટ ફેરવવામાં આવેલ છે.
• જિલ્લામા જાહેર આરોગ્યને ખતરારુ૫ સ્થળે ચાલતા શાક મારકેટ સલામત સ્થળે ખસેડાઇ.
• જાહેરનામા ભંગ કરનાર સામે કડક હાથે કામ લેવાઇ રહયું છે.
તાજેતરમા વિશ્વભરમાં ચાલી રહેલ કોરાના મહામારીને ૫હોચી વળવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દવારા આમગમચેતીમા ૫ગલાઓ લેવામાં આવી રહયા છે. હાલમા બોટાદ જિafasdfasdfasasdfલ્લામા કોરોનાનો એક ૫ણ પોઝીટીવ કેસ નોંઘાયેલ નથી ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દવારા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ લેવાઇ રહયા છે. બોટાદ જિલ્લાના ચારેય તાલુકા કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન, શાકભાજી વેપારી અશોસીએશન, દુધ-છાસ વિક્રેતા અસોશીએશન, કીરાણા વેપારી એશોસીએશન સાથે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજી તેઓને ગ્રાહકના ઘરે ઘરે જીવન જરુરીયાતાની તમામ ચીજ વસ્તુઓ પહોચતી કરવા સંમત કરવામાં આવ્યા છે જેના પગલે આગામી બે દિવસમાં ચારેય તાલુકામાં જીવન જરુરીયાતની તમામ ચીજ વસ્તુઓ ગ્રાહકના ઘર સુધી પહોચતી કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ માટે નાયબ કલેકટર કક્ષાના અધિકારીશ્રીની નિમણૂંક કરાવામાં આવેલ છે, જેઓ આ તમામ વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરશે તથા તેના પર દેખરેખ રાખશે.ટૂક સમયમાં વિસ્તાર વાઇઝ આ વેપારીઓના નામ અને નંબર સાથેની યાદી સ્થાનિક કક્ષાએ પ્રસિધ્ધ કરવામાં આવશે જેનાથી લોકો સહેલાઇથી આ વેપારીઓનો સંપર્ક કરી શકે. આમ થવાથી જીવન જરુરીયાતની તમામ ચીજ વસ્તુઓ ગ્રાહકના ઘરે ઉપલબ્ધ થવાથી તેમણે આ માટે બજારમા જવાનુ રહેશે નહી.
• ડોર સ્ટેપ ડીલીવરીમા સહભાગી થનાર તમામ વેપારીઓને જિલ્લા કક્ષાએ થી પાસ આપવામાં આવશે.
• જિલ્લામાં ઘરવીહોણા વસવાટ કરતા અત્યંત ગરીબ પરીવારો કે જે પોતાની દૈનિક રોજી રોટી કમાઇ ભરણ પોષણ કરતા હોઇ તેવા ૫રિવારોને ભુખ્યા સુવુ ન ૫ડે તે માટે તંત્ર દ્વારા સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ તથા ઘાર્મિક સંસ્થાઓને અપીલ કરવામાં આવેલ છે.જેમના સહયોગથી આવા ૫રિવારોને ભોજનકીટ તથા તૈયાર ભોજનની વ્યવસ્થા હાથ ઘરવામાં આવી છે. બહારથી આવતા તમામ મુસાફરો તથા મુલાકાતીઓને જિલ્લામાં કુલ નવ સ્થળોએ ચેક પોસ્ટ બનાવી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવા મુસાફરોની આરોગ્ય લક્ષી તપાસો હાથ ઘરવામાં આવે છે. અને ત્યાર બાદજ મુસાફર સ્વસ્થ જણાતા તેમને જિલ્લાની હદમાં પ્રવેશ આ૫વામાં આવે છે.
• જેમને સામાન્ય શરદી,ઉઘરસ કે તાવની તકલીફ હોય તેવા ૫૪૫૬ જેટલા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવેલ છે.અને પ્રોટોકોલ મુજબ ૧૪ દિવસ ફોલોઅ૫ કરવામાં આવે છે.
• જિલ્લાના તમામ ગામોએ ડોર ટુ ડોર સરવે તંત્ર દ્વારા હાથ ઘરી કુલ- ૫૮૯૮૯૫ લોકોનો સરવે કરવામાં આવેલ છે.અને શરદી ,ઉઘરસ તાવના કિસ્સામાં ખાસ તકેદારી હાથ ઘરવામાં આવે છે.
• બોટાદ જિલ્લામાં કલમ-૧૪૪ ના જાહેરનામાના ભંગ બદલ કુલ-૭૫ કેસો નોંઘવામાં આવેલ છે તથા તેમના વિરૂઘ્ઘ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા 

Translate »
%d bloggers like this: