બોટાદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા શ્રી વિશાલ ગુપ્તા

બોટાદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતા શ્રી વિશાલ ગુપ્તા ************************************
૨૩ વર્ષની યુવાન વયે આઈ.એ.એસ. બનેલા શ્રી વિશાલ ગુપ્તાએ અત્યાર સુધીમાં દાહોદ, અમરેલી, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાઓમાં ફરજ બજાવી છે
************************************
અરવલ્લી જિલ્લામાં પ્રસંશનિય કામગીરી બદલ
શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે
************************************
બોટાદ જિલ્લને કૃષિ – શિક્ષણ – આરોગ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રે
અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરતાં નવનિયુક્ત કલેકટરશ્રી
************************************
બોટાદ :
બોટાદ જિલ્લામાં ૨૦૧૨ ની બેચના ભારતીય પ્રશાસનિય સેવાના અધિકારીશ્રી વિશાલ ગુપ્તાાએ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળ્યો છે.
બોટાદ જિલ્લાની નવરચના બાદ સૌ પ્રથમવાર આ જિલ્લાને યુવા આઈ.એ.એસ. અધિકારી મળ્યા છે. રાજસ્થાનના અલવર જિલ્લાના વતની એવા શ્રી વિશાલ ગુપ્તાએ ૨૩ વર્ષની યુવાન વયે કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. બન્યા. ૨૦૧૨ ની બેચના આ અધિકારીશ્રીએ અત્યાર સુધીમાં દાહોદ, અમરેલી, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાઓમાં પ્રસંશનિય સેવાઓ આપી છે.
તેમણે ૨૦૧૭-૧૮ ના વર્ષમાં નાણાં વિભાગમાં નાયબ સચિવ (બજેટ) તરીકે અને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓ તરીકે ખૂબ જ સારી કામગીરી કરી હતી. તેમણે અરવલ્લી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરેલ પ્રસંશનિય કામગીરી બદલ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ મેળવેલ છે. મહેસૂલ, પંચાયત, શહેરી વિકાસ અને નાણાં વિભાગ જેવા અગત્યના વિભાગોનો અનુભવ ધરાવતા શ્રી વિશાલ ગુપ્તાાને રાજય સરકાર દ્વારા શહેરી વિકાસની કામગીરીમાં નિપૂણ થવા યુરોપ ખાતે તાલીમ અર્થે મોકલવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લા કલેકટરશ્રી વિશાલ ગુપ્તાએ બીરલા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ – પીલાણી ખાતેથી કોમ્પ્યુટર સાયન્સ શાખામાં એન્જીનીયરીંગની સ્નાતક પદવી મેળવેલ છે. આ ઉપરાંત ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ માં રાજય કક્ષાએ ૧ થી ૧૦ વિદ્યાર્થીઓની શ્રેણીમાં આવી અનેક એવોર્ડ પણ મેળવ્યા છે.
બોટાદ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળ્યા બાદ કલેકટરશ્રી વિશાલ ગુપ્તાએ એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે, ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી સરકારી કામગીરીને વધુ અસરકારક કરવી છે. આ ઉપરાંત તેમણે બોટાદ શહેરના રસ્તાઓની સ્થિતી સુધારવા, કૃષિને વધુ પ્રોત્સાહિત કરવા, બેંક અને નાના ઉદ્યમીઓને સાથે રાખી બોટાદ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા ઉપરાંત બોટાદ જિલ્લો આરોગ્ય, શિક્ષણ, અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અગ્રેસર બને તે માટેની કામગીરીને પ્રાધાન્ય આપવાની નેમ પણ વ્યકત કરી હતી.
૦ * ૦ * ૦ * ૦ * ૦ * ૦ * ૦

Translate »
%d bloggers like this: