બોટાદમાં યુવા ધનને બરબાદ કરતો હુક્કાનો કેસ કરતી બોટાદ ટાઉન પોલીસ ટીમ. 

બોટાદમાં યુવા ધનને બરબાદ કરતો હુક્કાનો કેસ કરતી બોટાદ ટાઉન પોલીસ ટીમ. 

💫 *ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર સાહેબ* અને *બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મેહતા સાહેબ* નાઓની સુચના અન્વયે બોટાદ શહેર અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને અસામાજીક પ્રવુતિ અટકે તે સારૂ પ્રોહી-જુગારની બદી નેસ્ત-નાબુદ કરવા બોટાદ *વિભાગીય પોલીસ અધિકારીશ્રી

રાજદીપસિંહ નકુમ સાહેબના* માર્ગદર્શનમાં *પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી રાજુ કરમટીયા* તથા H.C. સંજયભાઇ અલગોતર, H.C. ભગીરથસિંહ લીંબોલા, P.C. ગોકુળભાઇ ઉલવા, P.C. રવિરાજસિંહ ડોડીયા, P.C. તગ્દીરસિંહ પરમાર, P.C. રૂષીલાલસિંહ ગોહીલ, P.C. ભાવેશભાઇ શાહ નાઓએ તુરખા રોડ આનંદ શોપીંગ સેન્ટરમાં રેઇડ કરી *હુક્કો-૧ તથા હુક્કાના ફલેવર નંગ-૩ તેમજ જુગારનુ સાહીત્ય રોકડ રૂપીયા ૧૧,૦૨૦/- તથા મોબાઇલ નંગ ૪ કિ.રૂ. ૯,૫૦૦/- મળી કુલ રૂ. ૨૨,૨૧૦/-* સાથે આરોપીઓ *(૧) મીતરાજભાઇ અશોકભાઇ ખાચર તથા (૨) અરવિંદભાઇ ગોવિંદભાઇ મકવાણા તથા (૩) અશોકભાઇ ભાણજીભાઇ રાઠોડ તથા (૪) સંજયભાઇ ધીરૂભાઇ ડાભી રહે. તમામ બોટાદ* નાઓને પકડી તેઓની વિરૂધ્ધમાં *જુગારધારા અને ધી સિગારેટ અને બીજી તમાકુ ઉત્પાદન (વિજ્ઞાપન નિષેધ) તેમજ વેપાર અને વાણીજ્યના ઉત્પાદન પુરવઠા અને વહેંચણી નિયંત્રણ (ગુજરાત સુધારો) ધારા ૨૦૧૭ ની કલક ૨૧(એ)* મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે. અને યુવા ધનને આવી અસામાજીક પ્રવૃતિના રવાડે નહી ચડવા અપીલ કરી બોટાદ ટાઉન પોલીસ ટીમે પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Translate »
%d bloggers like this: