બોટાદ રોજગાર કચેરી દ્વારા ગઢડા ખાતે વિવિધ માર્ગદર્શન કેમ્પો યોજાઈ ગયા

બોટાદ રોજગાર કચેરી દ્વારા ગઢડા ખાતે વિવિધ માર્ગદર્શન કેમ્પો યોજાઈ ગયા.

જીલ્લા રોજગાર વિનિમય કચેરી -બોટાદ દ્વારા ગઢડા તાલુકાના કુશળ રોજગારવાંચ્છુકો માટે તા.11/7/19 રોજ ભકતરાજ દાદાખાચર કૉલેજ તથા ઔધોગિક તાલીમ સંસ્થા- ગઢડા ખાતે વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને કારકિર્દી ની તકો વિષયક સેમિનાર તથા સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ.

જેમાં લીડ બેન્ક મેનેજર શ્રીપ્રભુદાસ સાહેબે લૉન અંગેની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપ્યું તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના અધિકારી શ્રીશાહ સાહેબે નાના ઉદ્યોગો સ્થાપવા માટે સબસીડી અને લૉનની માહિતી આપી તેમજ રોજગાર કચેરીના કર્મચારીઓ દ્વારા NCS પોર્ટલ, આર્મી કેમ્પ, રોજગાર નોંધણી વિશે વિગતવાર માહિતી આપી હતી.

Translate »
%d bloggers like this: