બોટાદ માં વિકાસ વિદ્યાલય દ્વારા ફ્રી આંખના નંબર ચકાસણી કેમ્પ યોજાયો કેમ્પમાં ૩૮૨ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો

પ્રેસ નોટ
બોટાદ માં વિકાસ વિદ્યાલય દ્વારા ફ્રી આંખના નંબર ચકાસણી કેમ્પ યોજાયો
કેમ્પમાં ૩૮૨ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો
બોટાદમાં વિકાસ વિદ્યાલય ખાતે આજે શુકવારે સવારના ૯ થી ૧ વાગ્યા સુધી ઈક્વીટાસ બેંક ના સહયોગ થી ફ્રી આંખના નંબર ચકાસણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
બોટાદની વિકાસ વિદ્યાલય ખાતે ઈક્વીટાસ બેંક ના સહયોગથી બોટાદ તેમજ બોટાદની આજુબાજુના પંથકના રહીસો માટે ફ્રી માં આંખના નંબર ચકાસણી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,આ કાર્યક્રમ આજે શુકવારે સવારે ૯ થી ૧ કલાક દરમિયાન રાખવામાં આવ્યો હતો,જેમાં ૫૭ સ્રી,૫૭ પુરુષ,૨૪૦ શાળાના વિધાર્થીઓ, ૨૦ જેટલા શાળાના સ્ટાફ મેમ્બરો તથા ૧૨જેટલા ઈક્વીટાસ બેંક ના સ્ટાફ મેમ્બરો મળી કુલ ૩૮૨ લોકોએ આ ફ્રી આંખના નંબરના કેમ્પનો લાભ લીધો હતો.આ કેમ્પમાં રાજ ચશ્માંઘર દ્વારા પણ સહયોગ મળ્યો હતો જેમાં તેમને આ કેમ્પ માં લાભ લેનાર લાભાર્થીઓ માટે ચશ્માં ડીસ્કાઉન્ટ ભાવે કરી આપવાની જાહેરાત કરી હતી,આમ આ કેમ્પનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.જેમાં ડોક્ટરો અને સ્ટાફગણે તમામ સેવાઓ માટે ભારે જહેમત ઉઠાવી હતી.

Translate »
%d bloggers like this: