બોટાદ પો.સ્ટે.ના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ

…………..પ્રેસનોટ………
*બોટાદ પો.સ્ટે.ના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ*
મ્હે.નાયબ પોલીસ મહા નિરીક્ષકશ્રી ભાવનગર રેન્જ નાઓ તરફથી આપવામા આવેલ નાસતા ફરતા આરોપી પકડવા ડ્રાઈવ અંગે બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ ગઢડા પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.પ્રજાપતી સાહેબનાઓની સુચના થી આજરોજ તા-૧૦/૦૧/૨૦૨૦ ના રોજ એ.એસ.આઈ. આર.કે.ગોહિલ તથા હેડ કોન્સ. ભગીરથસિંહ ભીખુભા ગોહિલ તથા પો.કોન્સ. કુલદિપસિંહ પ્રવિણસિંહ ગોહિલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ એ રીતેનાઓ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપી પકડવા અંગે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ. કુલદિપસિંહ પ્રવિણસિંહ ગોહિલ નાઓને મળેલ બાતમી આધારે બોટાદ પો.સ્ટે. સે.ગુ.ર.નં ૬૫૬/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૫૦૪,૫૦૬(૨),૧૧૪ ના કામનો નાસતો ફરતો આરોપી મંગળુભાઈ દડુભાઈ ગોવાળીયા જાતે. કાઠિદરબાર રહે.રાયપર, તા.ગઢડા જી.બોટાદ વાળાને હરિપર રોડે રાયપર જવાના કાચા રસ્તેથી પકડી પાડી ધોરણસર અટક કરી બોટાદ પો.સ્ટે. જાણ કરેલ છે.

રિપોર્ટર. ઉમેશ ગોરાહવા બરવાળા
લાઈવ ક્રાઇમ ન્યુઝ

Translate »
%d bloggers like this: