બોટાદ આઈટીઆઈ ખાતે બાળ સુરક્ષા જાગૃતતા શિબિર યોજાય

બોટાદ  આઈટીઆઈ ખાતે જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી  એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

બોટાદ આઈટીઆઈના તાલીમાર્થીઓને બાળ સુરક્ષા અંગે જાગૃતતા આવે અને તે આશયથી બોટાદ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી બોટાદ આઈટીઆઈ ખાતે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના તાલીમાર્થીઓને બાળ લગ્ન , પોસ્કો કલમ, શારીરિક શોષણ અટકાવવા અંગે કાયદાકીય રીતે માહિતગાર કર્યા હતા.


આ કાર્યક્રમમાં કાનૂની સત્તા મંડળના પ્રમુખ ધર્મેશભાઈ ધાંધલ, ઉપ્રમુખ કશ્યપભાઈ યાદવ,વિનોદભાઈ ખસિયા અને એડવોકેટ પી.બી બારોટ ઉપસ્થિત રહ્યા હતા..તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં બોટાદ આઈટીઆઈના આચાર્યશ્રી પી.એમ.રાઠોડ અને સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી..

Translate »
%d bloggers like this: