રોહિશાળા ગામે ૪વષૅ ની તળાવ માં ડૂબી જવાથી મોત

બોટાદના રોહિશાળા ગામે ગઈકાલે ગુમ થયેલ બાળકીનું તળાવમાં ડૂબી જવાથી મોત

બોટાદ, તાલુકાના રોહિશાળા ગામે ગઈકાલે 4 વર્ષની બાળકી ગુમ થયાના સમાચાર પ્રાપ્ત થયાં હતા એ દરમિયાન ગામના સજ્જનો દ્વારા તેની શોધખોળ ચાલુ હતી ત્યારે આજરોજ સવારે ગામના તળાવમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી બાળકીના પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો હતો. તેમજ સમગ્ર ગામમાં દુઃખની લાગણી વ્યક્ત થઇ હતી. આ બનાવની જાણ થતા બોટાદ ફાયર ફાઈટર સ્ટાફ તેમજ બોટાદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

રીપોટર રાઠોડ પ્રકાશ

Translate »
%d bloggers like this: