ગઢડા પોલીસ સ્ટેશન બેઇઝડ સ્પૉર્ટ સેન્ટર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનનો કાયૅક્રમ કરવામાં આવ્યો

ગઢડા : પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા તા.12/1/2021 ના રોજ “બેટી બચાવો બેટી પઢાવો”અભિયાનના છઠા દિવસે “દિકરીઓ પર થતી હિંસા સામે સુરક્ષા અને સલામતી “ના કાયદાની સમજ અંગે માહિતી આપવામાં આવી.

બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી કે. વી. કાતરીયા સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી રમેશ જાખણીયા સાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર કોવિડ-19 ની સરકારશ્રી ની ગાઈડલાઈનને અનુસરીને ગઢડા પી.બી.એસ. સી.ના મહિલા કાઉન્સેલર શ્રી ભાનુબેન કુમારખાણીયા દ્વારા ગઢડાના સામા કાંઠા વિસ્તારમા શારદાબેન ગીરીશભાઈના ઘરે જઈને આ વિસ્તારની બેનોને શ્રી ભાનુબેન કુમારખાણીયા દ્વારા દીકરીઓ પર ની જાતીય હિંસા સામેનો રક્ષણ આપતો કાયદો પોકશો અંગે વિસ્તારથી માહિતી આપેલ અને વધુમાં જણાવ્યું કે આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં દીકરીઓ કે બહેનો સલામત હોઈ તેથી કામ સ્થળે પણ જાતીય સતામણી થઈ હોઈ તો તેની ફરિયાદ પણ તે સ્થળે કરી શકાય તેવી જોગવાઈ અંગે માહિતી આપી બાદમાં દીકરીઓનાં શિક્ષણ અંગે પ્રોત્સાહન આપવું, દીકરીઓને પગભર બનાવવા અને સક્ષમ બનવા માટે પ્રોત્સાહન આપવા માટે જણાવ્યું, દિકરીઓના જન્મને પ્રોત્સાહિત કરવી, સ્ત્રીભૃણ હત્યા અટકાવવી, દીકરી લક્ષી યોજનાઓ દીકરીઓનાં આરોગ્ય અને પોષણ વગેરે બાબત પર માહિતી આપેલ.

ત્યાર બાદ પી.બી.એસ. સી., વ્હાલી દીકરી યોજના, વિધવા સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના સખી વન સ્ટોપ યોજના, v.m.k. અંગે માહિતી આપીને. મહિલાઓ ના કાયદા વિશે વિસ્તૃત જાણકારી આપેલ. આમ આજ રોજ “બેટી બચાવો બેટી પઢાવો” સપ્તાહ ના છઠા દિવસની ઉજવણી કરવામાં આવી અને દુરદર્શન ડીડી ગિરનાર પર, વંદે ગુજરાત ચેનલ -1 પર સમય 6:00 થી 7:00 સાંજના સેટકોમ, ડીશ, ટીવી માધ્યમ દ્વારા નિહાળવા માટે માહિતી આપેલ.
આમ આજરોજ “બેટી બચાવો બેટી પઢાઓ” સપ્તાહના છઠા દિવસે બેનો દિકરીઓ પર થતી જાતીય હિંસા સામે રક્ષણ આપતા કાયદાની માહિતી, તથા વિવિધ યોજનાઓ અને મદદરૂપ થતી હેલ્પલાઇન અંગે માહિતી આપીને ગઢડા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્વારા ઉજવવામાં આવેલ.

પી. બી. એસ. સી .. ગઢડા..(બોટાદ)

રીપોટર રાઠોડ પ્રકાશ

Translate »
%d bloggers like this: