બોટાદ શહેર ના હરભોલે વિસ્તાર વોર્ડ નં ૪ માં સુવિધા નો અભાવ

બોટાદ શહેરમાં હરભોલે વિસ્તાર, વોર્ડ નં–4 માં સુવિધા બની છે દુવિધા, નાખવામાં આવેલ ગટર લાઇન મકાનો થી એક ફૂટ ઊંચા આવી ગઈ, હવે પાણી સીધું મકાનમાં ભેગુ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે

બોટાદ નગરપાલિકા ના હરભોલે વિસ્તારમાં નાખવામાં આવેલ ગટર લાઇન થી લોકો ને મુશ્કેલી માં વધારો થયો છે, મકાનના લેવલ કરતા એકફૂટ જેટલી ગટર લાઈન ઊંચી નાખવામાં આવતા હવે પાણી નો નિકાલ થવા ને બદલે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય તેવી દહેશત ઊભી થઈ છે, સ્થાનિક રહીશો , ગટર ના જોડાણ બાદ ગટરના પાણી નિકાલ નો સ્લોબ ઉપર તરફ હોવાથી ગટરના પાણી પણ ભરવવા ની સંભાવના વધી રહી છે સાથે સ્થાનિક લોકો દ્વારા બે ફૂટ માટી બહાર કાઢી પછી થી રોડ બનાવવા માંગ કરી હતી જેથી કરી સ્થાનિક રહીશો ને વરસાદી માહોલમાં હાલાકીનો સામનો કરવો ન પડે

રીપોટર રાઠોડ પ્રકાશ

 

Translate »
%d bloggers like this: