બોટાદ અંડર બ્રિજ નું કામ ક્યારે પુણૅ થશે તે જોવું રહ્યું

બોટાદ શહેર ના પ્રવેશ દ્વાર પર બની રહેલ અંડર બ્રિજનું કામ ક્યારે પૂરું થશે લોકો પૂછી રહ્યા છે પ્રશ્નો

બોટાદ તે સૌરાષ્ટ્ર નું પ્રવેશ દ્વાર છે ગુજરાત માંથી સૌરાષ્ટ્ર તરફ મુસાફરી કરતા વાહનોને બોટાદ શહેર માં પ્રવેશ કરી સૌરાષ્ટ્ર તરફ આગળ વધી શકાય છે પરંતુ છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી આ રોડ પર સુવિધા વધારવાના માટે અંડર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે આ કામ પૂર્ણ કરવા માટે ટેન્ડર માં દર્શાવેલ સમય મર્યાદાથી ડબલ સમય પૂર્ણ થવા છતા બોટાદના સત્તાધારી ઓનાં પેટનું પાણી હલતું નથી, આ બ્રિજ ના ચાલુ કામ ને લઇ સ્થાનિક રહીશો ને પારાવાર મુશ્કેલી ઓ સહન કરવી પડી રહી છે વાહન ચાલકો ને બોટાદમાં પ્રવેશવા માટે બે કિમી ફેરવો લઇ બોટાદમાં પ્રવેશ કરવો પડે છે બોટાદ જિલ્લા ની મુખ્ય સરકારી કચેરી ઓ જવા માટે આ રોડ પરથી પસાર થવું પડે છે પંચાયત, કલેકટર કચેરી, મુખ્ય જિલ્લા ન્યાયાલય, આર ટી ઓ. કચેરી માં જતાં લોકો સહિત હજારો સ્થાનિક રહીશો પાટાની પેલેપાર પણ રહે છે જેને વાહન લઇ શહેર માં આવવા જવામાં ભારે મુશ્કલીનો સામનો કરવો પડે છે ચૂંટણી આવે એટલે આ કામ માં ઝડપ વધી જાય છે અને ચૂંટણી પૂરી થયે ફરી કામ ઠપ્પ થઇ જાય છે ત્યારે બોટાદની જનતાના માથાના દુઃખાવા સમાન અન્ડર બ્રિજ ક્યારે પૂર્ણ થશે તેવા લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે

રીપોટર રાઠોડ પ્રકાશ

Translate »
%d bloggers like this: