પોલીસ ફ્લેગ ડે ની ઉજવણીના ભાગરૂપે પોલીસ શહીદોના યોગદાનને ઉજાગર કરતા કાર્યક્રમનુ આયોજન કરતી બોટાદ જીલ્લા પોલીસ

તા.26/10/2020 પોલીસ ફ્લેગ ડે ની ઉજવણીના ભાગરૂપે પોલીસ શહીદોના યોગદાનને ઉજાગર કરતા કાર્યક્રમનુ આયોજન કરતી બોટાદ જીલ્લા પોલીસ

પોલીસ ફ્લેગ ડે ની ઉજવણી નિમિત્તે બોટાદ જિલ્લાનાં *શહીદ વિર સ્વ. શ્રી રાજેશભાઈ પિતામ્બરભાઈ મેણીયા,* પોલીસ કોન્સ્ટેબલ, એલ.સી.બી. શાખાનાઓએ ગત તા.૨૫/૦૬/૨૦૧૪ ના રોજ પોતાની ફરજ દરમ્યાન શહીદી વ્હોરેલ. જેઓની યાદમા તુરખા ગામે શહીદ વિર સ્વ.શ્રી રાજેશભાઈ એ જે સ્કૂલમાં અભ્યાસ કરેલ એ શ્રી એચ.ડી.ગાર્ડી, સ્કૂલ, તુરખા ખાતે બનાવેલ શહીદ સ્મારક ખાતે *પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની* અધ્યક્ષતામા વિર શહીદ સ્વ.શ્રી રાજેશભાઈ પિતામ્બરભાઈ મેણીયાના સ્મારકને રીથ અર્પણ કરી તથા તેમનાં પરીવાર જનોનુ પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યું. શહીદ વિર સ્વ. રાજેશભાઈ મેણીયાનાઓની તસ્વીર પ્રદર્શિત કરી તેમની દેશસેવાની ફરજોને યાદ કરવામાં આવી. *શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરવામા આવ્યું જેમાં *સ્વ.શ્રી રાજેશભાઈ મેણીયાનાઓનું*


પોલીસ વિભાગમાં અનેરૂ યોગદાન યાદ કરવામા આવ્યું તથા તેઓ અમગ્ર પોલીસ વિભાગ માટે પ્રેરણા દાયક બની રહેશે એવી નેમ વ્યક્ત કરવામાં આવી. આ કાર્યક્રમમાં *નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક શ્રી એમ.બી.વ્યાસ સાહેબ* તથા *શ્રી એચ.આર.ગોસ્વામી સાહેબ, પોલીસ ઈન્સપેક્ટર,* એસ.ઓ.જી. શાખા તથા *એચ.એલ.જોષી સાહેબ, પો.સબ.ઈન્સ,* પાળીયાદ પો.સ્ટેનાઓ તથા શહીદ વિરના પરિવારજનો તથા શાળાના ટ્રસ્ટીશ્રી દેવજીભાઈ તથા શ્રી રવજીભાઈ તથા શાળાના પ્રિન્સિપાલશ્રી તથા સ્ટાફ તથા ગ્રામજનો હાજર રહેલ તેમજ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન *શ્રી ડી.વી.ખાચરનાઓ* દ્વારા કરવામાં આવેલ તથા આભાર વિધી *શ્રી એચ.આર.ગોસ્વામી સાહેબ* દ્વારા કરવામા આવેલ.

Translate »
%d bloggers like this: